Rajkot,તા.05
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી રુપ શ્રીવચનામૃતની 205 મી જયંતી ની ભાવપૂર્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ સંતો અને ભક્તો દ્વારા વચનામૃત પઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ તુલસીદલ અને પુષ્પો પાખડી વડે વચનામૃતનું પૂજન કરવામાં આવ્યું. ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ વચનામૃતને શ્રીજી મહારાજ ની દિવ્ય અલૌકિક વાણી ગણાવીને કાયમી અભ્યાસ કરવાનો અનુરોધ કર્યો હતો.
પૂ. મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામીએ તેમના આશીર્વાદ માં જણાવ્યું હતું કે, ‘ કોઈપણ ગ્રંથમાં તવારીખ સાથેનો ઐતિહાસિક અને અદભુત ગ્રંથ છે. એમાં શ્રીજી મહારાજ નો ર્હદગત અભિપ્રાય અને સિદ્ધાંત સમાયેલો છે. વચનામૃત ગ્રંથના સંકલનકર્તા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી એ ભગવાનની અમૃતવાણીને આપણા સુધી પહોંચાડી છે. ભગવાનના આશીર્વાદ છે કે, ‘વચનામૃત ગ્રંથના કાયમ પાઠ કરે તેને ધામની પ્રાપ્તિ થશે.’
વચનામૃત જયંતિ અંતર્ગત 41 ફક્ત એ વચનામૃત સાંકળી સંપૂર્ણ કંઠસ્થ કરી હતી.
60 ભક્તો કંઠસ્થ કરી રહ્યા છે અને 30 ભક્તો સાકળી કંઠસ્થ કરવામાં જોડાયા છે. મહિલા ભક્તો સાથે કુલ 211 ભક્તો સાંકળી કંઠસ્થ કરવાના અભિયાનમાં જોડાયા છે, આ તમામ ભક્તોને વચનામૃત સાર ચિંતન પુસ્તક અને પ્રસાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને જોગી સ્વામીના આસને આજે ૨૦૫મી વચનામૃત જયંતી નિમિત્તે અખંડ વચનામૃતના પાઠ સંતો અને હરિભક્તો દ્વારા થશે.