Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી

    October 29, 2025

    Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ

    October 29, 2025

    Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી
    • Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ
    • Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે
    • Anil Ambani Groupનો યસ બેંકના નાણાં આપવા બનાવટી કંપનીઓનો ઉપયોગ:CBIનો ખુલાસો
    • Ayodhya માં રામમંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન : ધ્વજારોહણની તૈયારી
    • જમીન નોંધણી માટે Haryana 1 નવેમ્બરથી સંપૂર્ણપણે પેપરલેસ બનશે
    • રાષ્ટ્રપતિ ભવન બન્યું ‘રાષ્ટ્ર ઘર’ : 20 લાખ લોકોએ મુલાકાત લીધી
    • કોવિડ વીમામાંથી બાકાત રાખવા બદલ Supreme Court ની ટકોર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»સ્વાસ્થ્યપોષક ‘salad’ વેરાયટી
    હેલ્થ

    સ્વાસ્થ્યપોષક ‘salad’ વેરાયટી

    Vikram RavalBy Vikram RavalDecember 19, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નિરોગી રહેવા માટે ખાઈ શકાય એવા શાકભાજી કાચાં સ્વરૂપમાં ખાવા જોઈએ, એમ તબીબો અને  આહાર વિશેષજ્ઞાો કહે છે એનું કારણ એ છે કે, વનસ્પતિમાં રહેલા પોષક મૂલ્યો અને જીવન સત્ત્વો આપણા શરીર માટે અનિવાર્ય છે. આ માટે આપણા આહારમાં આપણે ડુંગળી, ગાજર, મૂળા વગેરેનો સમાવેશ કરેલો છે.

    આ પદાર્થો આપણે વિવિધ આકારમાં સજાવીને રાખીએ તો મન પ્રસન્ન થાય છે અને ભોજનની રંગત વધે છે. આપણા ભોજનમાં આપણે લીલાં શાકભાજી અને ફળો વગેરેનો ઉપયોગ કરીએ જ છીએ. પરંતુ મૂળો ગાજર કે ટમેટા વગેરેની કચૂંબર બાદ કરીએ તો બધાં જ શાકભાજી બાફીને  વઘારીને ખાઈએ છીએ. એથી કુદરતે એ શાકભાજીમાં મબલખ પ્રમાણમાં મૂકેલાં દુર્લભ જીવનસત્ત્વો અર્થાત વિટામીન્સનો  નાશ થાય છે. સલાડથી શરીર સ્વાસ્થ્ય માટે આવશ્યક જીવનસત્ત્વો   તો મળે જ છે ઉપરાંત કબજિયાત જેવા વિકારોને   પણ નિવારી શકાય છે. જેમને પોેતાના આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડે તેમને સલાડ ખૂબ જ ઉપયુક્ત છે. સલાડ બનાવતા પહેલા એક મહત્ત્વની વાત ધ્યાનમાં લેવા જેવી છે જે શાકભાજી  બજારમાંથી લાવવામાં આવે તે બજારમાં લાવતાં પહેલાં ધોવામાં આવે છે. પરંતુ એ પાણી દૂષિત હોવાની પૂરી શક્યતા છે. એટલે આ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં પોટેશિયમ પરમેંગ્નેટ નાખેલા પાણીમાં થોડો સમય લગભગ પાંચ-છ મિનિટ ઝબોળી રાખવા જોઈએ. પછી સ્વચ્છ પાણીથી ધોઈ તેનો ઉપયોગ કરવો. આ શાકભાજીને જો બરફના ઠંડા પાણીમાં થોડો સમય રાખવામાં આવે તો એકદમ તાજી હોય એવી દેખાય છે. સલાડમાં ઉપયોગમાં લેવાનો મરીનો  ભુકો હમેશાં તાજો વાપરવો. કચુંબર બનાવતી  વખતે આપણે શાક બારીક કાપીએ છીએ, સલાડ એટલે  આ શાક કાપીને  રાખવું અથવા આકર્ષક રીતે સજાવીને રાખવું એવી સમજ છે.  પરંતુ જે રીતે કચુંબરમાં વઘાર, ખાંડીને સીંગદાણા નાખીએ છીએ, લીલુ મરચું નાળિયેર ખમણીને નાખીએ છીએ એ પ્રમાણે સલાડમાં અનેક પ્રકારના સોસ અને ‘ડ્રેસીંગ’ વાપરવામાં આવે છે. એ રીતે દહીં, ક્રીમ, ચક્કા (કોટેજ ચીઝ) વાપરવામાં આવે છે. અન્ય તેલ ભાવતા ન હોય તો રિફાઈન્ડ  તેલ વાપરવું નહીં તો ઓલિવ ઓઈલ વાપરવામાં આવે છે. એ જ રીતે વિનેગારને બદલે લીંબુનો રસ વાપરી શકાય છે. મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ જેવા તત્ત્વો પણ સલાડમાં પૂરતાં પ્રમાણમાં મળી આવે છે. એટલું જ નહીં આ સલાડ ખર્ચની રીતે પણ ખૂબ સસ્તુ છે.

    વોલડ્રાફ સલાડ

    બાફેલા બટાટાના નાના ચોરસ કકડા ૧ વાટકી, સફરજનની છાલ કાઢ્યા  વગરના કકડા, ૧ વાટકી, ૧ ટે.સ્પૂન ક્રિમ થોડી સેલરી, ૨ ટે.સ્પૂન મેયોનિઝ અખરોટનો ભૂકો થોડો, બધી સામગ્રી એકત્ર કરીને સલાડના પાન પર મૂકો પાન ડીશમાં મૂકો.

    કેબેજ સલાડ

    કોબીજ બારીક કાપેલું ૨ કપ, એક મોટું ગાજર ખમણેલું, કાપેલી સેલરી થોડી, ૧ નાની કાકડી ગોળ કાપીને કકડા કરો. ૧ ઘોલર મરચું ઊભા પટ્ટા કાપવા.  ૧ લાલ સફરજન છાલ કાઢ્યા વગર સ્લાઈસ કરવી.

    બધુ એકત્ર કરો. ફ્રેન્ચ ડ્રેસીંગ નાખીને વાટકામાં રાખો. આ સલાડમાં ખજૂરના બારીક કકડા ભભરાવીને સજાવો. 

    – કેતકી

    સજાવટ સેલડની

    આપણા ભોજનમાં સેલડનું મહત્ત્વનું સ્થાન છે, કારણ કે સેલડ પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. તે માટે મૂળો, ગાજર, કાકડી, વિવિધ પ્રકારનાં ફળ, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, બીન્સ, કોથમીર, ફુદીનો, પાર્સલે, દાળો અને ચણાનો ઉપયોગ કરી શકાય છે.

    * સેલડનું નિયમિત સેવન કબજિયાત જેવી બીમારીમાંથી છુટકારો આપે છે.

    * સેલડ ખાવાથી આંખોનું તેજ સારું રહે છે અને ચહેરા પર ચમક આવે છે.

    * સેલડ પચવામાં હલકું હોય છે અને કેલરીની માત્રા ઓછી હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.

    * સેલડનું સેવન દરેક ઋતુમાં પોતાના સ્વાદ અને સુવિધા અનુસાર કરી શકાય છે.

    * સેલડનાં ડ્રેસિંગ માટે વધારે તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ કરવા ન ઈચ્છતાં હો તો સ્કિર્મ્ડ મિલ્કનો  દહીંનો સોસ અથવા વિવિધ ફળોના માવામાંથી બનેલા સોસનો ઉપયોગ કરીને સેલડને મનગમતું બનાવી શકાય છે.

    * સેલડની સજાવટ માટે સરકો, લીંબુનો રસ, મસ્ટર્ડ ચટણી, મીઠું અને મરીનો ઉપયોગ થાય છે. શેકેલા સફેદ તલ, શેકેલી મગફળી અને શેકેલા ચણાનો ઉપયોગ કરીને સેલડની ગુણવત્તાને અનેકગણી વધારી શકાય છે.

    સેલડ ડ્રેસિંગ

    સરકાવાળું ડ્રેસિંગ : આને બનાવવા માટે ૧/૨ કપ સફેદ સરકો, ૩ ચમચા મધ, ૨ કળી લસણ (ઝીણી સમારેલી), ૨ નાની ડુંગળી (ઝીણી સમારેલી), ૨ ચમચા જેતૂનનું તેલ અથવા અન્ય કોઈ ખાવાનું તેલ, મીઠું અને કરકરાં વાટેલાં તાજાં કાળાં મરી સ્વાદાનુસાર. આ બધી સામગ્રીનું સારી રીતે મિશ્રણ તૈયાર કરો અને તેને એક બોટલમાં ભરી ફ્રિજમાં રાખો અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લો.

    લો ફેટ ડ્રેસિંગ : આને બનાવવા માટે ૧/૪ કર મઠ્ઠો (મઠો), ૨ ચમચા લો ફેટ ક્રીમ, ૧ ચમચો ઝીણી સમારેલી લીલી ડુંગળી, ૨ ચમચી સફેદ સરકો, ૧ ચમચી સુકાયેલાં સરસવનો પાઉડર, ૧/૪ ચમચી થાઈમ હર્બ, ૨ કળી લસણ (ઝીણી સમારેલી), ૧ ચમચી દળેલી ખાંડ, મીઠું અને કાળાં મરી સ્વાદ મુજબ, લઈને બ્લેંડરમાં નાખી સારી રીતે મિશ્રણ તૈયાર કરો.

    ચટણી સેલડ ડ્રેસિંગ : આને બનાવવા માટે ૩ કપ કોથમીર, ફુદીનો કે કેરીની ચટણી, ૩ ચમચા સંતરાનો રસ, ૨ કળી લસણ (ઝીણી સમારેલી), ૧/૨ ચમચી લાલ મરચું, ૨ ચમચો તેલ, મીઠું (સ્વાદ મુજબ) લઈ તેને બ્લેંડરમાં નાખી સારી રીતે મિશ્રણ તૈયાર કરો.

    salad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025
    રાષ્ટ્રીય

    Health માટે જોખમકારક ખાદ્ય પદાર્થોનાં પેકીંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી

    October 18, 2025
    હેલ્થ

    વધુ પડતી ચા પીવાથી 5 હોર્મોન્સ પર અસર થઈ શકે છે

    October 16, 2025
    રાષ્ટ્રીય

    India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત

    October 14, 2025
    આંતરરાષ્ટ્રીય

    Vitamin D2 સપ્લિમેન્ટ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે

    October 10, 2025
    આંતરરાષ્ટ્રીય

    Diabetes ટાઈપ-5ના કેસો હમણાં ઘણા વધી રહ્યા

    October 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી

    October 29, 2025

    Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ

    October 29, 2025

    Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે

    October 29, 2025

    Anil Ambani Groupનો યસ બેંકના નાણાં આપવા બનાવટી કંપનીઓનો ઉપયોગ:CBIનો ખુલાસો

    October 29, 2025

    Ayodhya માં રામમંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન : ધ્વજારોહણની તૈયારી

    October 29, 2025

    જમીન નોંધણી માટે Haryana 1 નવેમ્બરથી સંપૂર્ણપણે પેપરલેસ બનશે

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી

    October 29, 2025

    Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ

    October 29, 2025

    Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.