New York,તા.30
ભારતની કોનેરૂ હંપીએ બીજી વખત ઐતિહાસિક વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. તેણે રવિવારે ઈન્ડોનેશિયાની આઇરીન સુકંદરને હરાવી હતી. આ પહેલાં હંપીએ 2019 માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી.
ચીનનાં ઝુ વેનજુન પછી હમ્પી બીજી ખેલાડી છે જેણે આ ટાઇટલ એકથી વધુ વખત જીત્યું છે. 37 વર્ષીય હંપીએ સંભવિત 11માંથી 8.5ના સ્કોર સાથે ટુર્નામેન્ટનો અંત કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ હંપીને જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ તેની પ્રતિભાને લાખો લોકો માટે પ્રેરણાદાયી ગણાવી હતી.
પરિવારને શ્રેય આપ્યો
હંપીએ કહ્યું, મારાં પરિવારનાં સમર્થનને કારણે જ આ શક્ય બન્યું છે. મારાં પતિ અને મારાં માતા-પિતા મારું ખૂબ જ સમર્થન કરે છે. જ્યારે હું મુસાફરી કરૂં ત્યારે મારાં માતા-પિતા મારી પુત્રીની સંભાળ રાખે છે.
37 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવું સરળ નથી. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ તે પ્રેરણા જાળવી રાખવી અને જ્યારે જરૂર પડે ત્યારે ચુસ્ત રહેવું મુશ્કેલ છે. ખુશી છે કે હું તે કરી શકી.
હંપીએ કહ્યું :- ‘હું ખૂબ જ ઉત્સાહિત છું અને હું ખૂબ જ ખુશ છું. આ જીત મારાં માટે આશ્ચર્યજનક છે.’