New Delhi, તા.18
દેશમાં ઓનલાઇન કિરાણામાં પણ હવે ક્વીક કોમર્સની એન્ટ્રી થઇ છે અને આ પ્રકારે ફકત 10 મીનીટમાં જ ડીલીવરી કરતી કંપનીઓ બજાર કરતાં પણ સસ્તાભાવે બિસ્કીટથી લઇ શેમ્પુ અને અન્ય ખાદ્યપદાર્થો પહોંચાડતા હોવાના દાવાથી કિરાણા સ્ટોર માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે. તે વચ્ચે હવે કન્ઝયુમર્સ ગુડઝ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ હવે કિરાણા સ્ટોરની બહાર આવી છે અને તેમના માટે ખાસ પેકીંગ બનાવશે.
આ કંપનીઓનો અત્યાર સુધીનો બિઝનેશ નાના કિરાણા સ્ટોર્સએ વિકાવ્યો છે. અને હવે ક્વીક કોમર્સ કંપનીઓ અને રીટેઇલ કંપનીઓ તે છીનવી રહી છે. લોકોની શોપીંગ આદત બદલાય છે પરંતુ કિરાણા સ્ટોરનું અસ્તિત્વ ટકી રહે તે માટે હવે આઇટીસી, હિન્દુસ્તાન લીવર, પારલે, બ્રિટાનીયા સહિતની કંપનીઓએ ખાસ પ્રોડક્ટ ખાસ પેકીંગ સાથે કિરાણા સ્ટોર ચેનલને ઉપલબ્ધ કરાવવા તૈયારી કરી છે.
જેનાથી ગ્રાહક ઓનલાઇન મળતા પેકીંગ અને કિરાણા સ્ટોરથી મળતા પેકીંગ વચ્ચેનો તફાવત પણ પારખી શકશે. પારલે-જી ટૂંક સમયમાં રૂા.10નું પેકીંગ ક્વીક કોમર્સ કે ઓનલાઇન સ્ટોરને ઉપલબ્ધ બનાવશે નહીં પરંતુ તે ફક્ત રીટેલ કિરાણા સ્ટોરને જ મળશે.
આ જ રીતે હિન્દુસ્તાન લીવર, આઇટીસી, પારલે, અદાણી વિલમરએ પણ કિરાણા સ્ટોર માટે અલગથી પેકીંગ ચાલુ કર્યા છે. પારલેએ તેના પારલે-જી, હાઇડે એન્ડ સીક, ક્રેકજેક, મોનેકોના અલગથી પેકીંગ ક્વીક કોમર્સ માટે લોંચ કર્યા છે અને તેની કિંમત રૂા.50 થી 100 હશે જ્યારે રૂા.10 થી 30 સુધી અને રૂા.5ના પેક ફક્ત કિરાણાના સ્ટોરને જ ઉપલબ્ધ કરાશે.
આ ઉપરાંત મોટા રીટેઇલ ચેઇન રીલાયન્સ, ડી-માર્ટ અને અન્ય કંપનીઓને પણ રૂા.120 થી 150ના પેક આપશે. પણ નાના પેકીંગ તેમને મળશે નહીં કિરાણા સ્ટોર સ્પર્ધામાં ટકી રહે અને સામાન્ય ગ્રાહકને પણ નાના પેકીંગ મળી રહે તે માટે આ તૈયારી છે. અદાણી ગ્રુપની અદાણી વીલમરે પણ તેના કુકીંગ ઓઇલના ખાસ પેકીંગ લોંચ કર્યા છે જે ક્વીક કોમર્સ માટે છે.
જ્યારે રીટેઇલ માટે તેના નાના પેક યથાવત રહેશે. ક્વીક કોમર્સ કંપનીઓ જે રીતે પોતાનો બીઝનેશ વધારી રહી છે તેની સામે કિરાણા સ્ટોરને મદદ કરવા આ મલ્ટીનેશનલ કંપનીઓએ તૈયારી કરી છે. હજુ સુધી જો કે કિરાણા સ્ટોરમાંથી ખરીદી કરતા પાંચ ટકા લોકો જ ક્વીક કોમર્સ ભણી વળ્યા છે.