Vadodara તા.૧૬
તાજેતરમાં ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ નું આયોજન સમા સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું ! જેમાં ભારત ના વિવિધ રાજ્યના ચુનંદા ખેલાડીઓ ઉપરાંત , જાપાન ટીમ , શ્રીલંકા ટીમ , બાંગ્લાદેશ,નેપાળ ટીમ ટીમ મળીને ૭૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ! આ સ્પર્ધા કરાટેની કાતા અને કુમિતે એમ બંને પ્રકારના ઈવેન્ટ ની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં સુરેન્દ્રનગર ટીમ ના ખેલાડીઓએ વિદેશી ખેલાડીઓને માત આપીને કરાટે ખેલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ૦૫ – ગોલ્ડ મેડલ,૦૯- સિલ્વર મેડલ,૧૫ – બ્રોન્ઝ મેડલ,કાતા અને કુમિતે ઈવેન્ટમાં મેળવેલ છે મહેતા આરના કે કાતા માં ગોલ્ડ મેડલ મેળવેલ છે, રાવલ ધ્રુવમ એમ કુમિતે માં બ્રોન્ઝ મેડલ છે અભૂતપૂર્વ સફળતા સાથે દરેક ખેલાડીઓને સુરેન્દ્રનગર જીલ્લા કરાટે કોચ સંસાઈ દીપક આર. ચૌહાણ ઉપરોક્ત ખેલાડીઓએ ના આ પ્રદર્શન બદલ પોતાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરીને પોતાના કુટુંબ , સમાજ તેમજ સમગ્ર ભારતનું નામ આંતરાષ્ટ્રીય ચમકાવ્યું હતું