Vadodara,તા.31
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડશે.
વડોદરા ડિવિઝનની ૪૨ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. આનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બચત થશે.વડોદરા ડિવિઝન આ દરમિયાન ૪૮ ટ્રેનોનો સમય વહેલો કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં ૫ મિનિટથી લઈને ૪૫ મિનિટ સુધી વહેલા આવશે. તેવી જ રીતે ૪૮ ટ્રેનોના સમય મોડો કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા ૫ મિનિટથી લઈને ૪૩ મિનિટ મોડી આવશે. વડોદરા ડિવિઝનના નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે.
જેમાં ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.
પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો
૧) ટ્રેન નંબર ૦૯૧૦૮ એકતાનગર – પ્રતાપનગર મેમુ એકતાનગરથી સવારે ૯.૩૦ ના બદલે ૧૦ વાગ્યે ઉપડશે., ૨) ટ્રેન નંબર ૦૯૩૪૯ આણંદ – ગોધરા મેમુ આણંદથી બપોરે ૧૨.૧૫ ના બદલે ૧.૩૦ વાગ્યે ઉપડશે. , ૩) ટ્રેન નંબર ૦૯૧૩૩ આણંદ – ગોધરા મેમુ આણંદથી બપોરે ૨.૧૦ ના બદલે ૨.૩૦ વાગ્યે ઉપડશે. , ૪) ટ્રેન નંબર ૦૯૩૧૭ વડોદરા – દાહોદ મેમુ વડોદરાથી બપોરે ૧.૫૫ ના બદલે ૧૪.૦૫ વાગ્યે ઉપડશે.