ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ગત મોડી રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, નેશનલ હાઈ-વે પરના રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ ઈર્મરજન્સી મારફતે પ્રથમ સ્થાનિક અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક યુવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ક્રેનની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલકને શોધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર મુસાફરો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી સિહોરના વડીયા ગામે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમને હિંડોરણા નજીક અકસ્માત નડયો હતો.
Trending
- Kia Motors India તેની પ્રીમિયમ MPV કેરેન્સનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવાની તૈયારી
- ત્વચા પર જોવા મળતા આ ફેરફારો vitamin C ની ઉણપ
- ગત માસમાં E-KYC ન કરાવ્યું હોય છતા ચાલુ માસમાં જથ્થો મળશે
- China માં વાળ ધોવાનું AI મશીન લોન્ચ, 13 મિનિટમાં વાળ ધોવાઈને ડ્રાય થઈ જાય
- Southern Israel માં રેતીનું ભયાનક તોફાન ત્રાટક્યું, પવનના જોરથી જેરુસલેમના જંગલમાં આગને વધુ તીવ્ર બની
- Porbandar માં કાંધલ જાડેજાના કાકીની ધરપકડ, પૈસાની લેતી-દેતી અને અપહરણ બાબતે નોંધાયો ગુનો
- પહલગામ હુમલા બાદ સહલાણી ઘટતાં Suratના ટેક્સટાઈલ ઉદ્યોગને ફટકો
- Vadodara: હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવારનું મોત