ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ગત મોડી રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, નેશનલ હાઈ-વે પરના રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ ઈર્મરજન્સી મારફતે પ્રથમ સ્થાનિક અને બાદમાં વધુ સારવારાર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક યુવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ક્રેનની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલકને શોધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર મુસાફરો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી સિહોરના વડીયા ગામે પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમને હિંડોરણા નજીક અકસ્માત નડયો હતો.
Trending
- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું

