China તા.15
ચીને અમેરિકા પર વળતો પ્રહાર કર્યો છે. 100 ટકા ટેરિફની માંગ પર કહ્યું કે દબાણ વધશે અને તણાવ આવશે. યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી. તમને જણાવી દઈએ કે યુરોપિયન યુનિયન અને G7 દેશો પછી ટ્રમ્પે નાટો દેશોને ચીન પર ટેરિફ લાદવાની અપીલ કરી છે.
જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નાટો દેશોને ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની અપીલ કરી, ત્યારે ચીને પણ વળતો જવાબ આપ્યો અને અમેરિકા અને ટ્રમ્પને કડક સંદેશ આપ્યો. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે આર્થિક પ્રતિબંધો દબાણ લાવે છે, પરંતુ મુશ્કેલીઓ પણ વધારે છે અને તણાવ પણ પેદા કરે છે. યુદ્ધ દરેક સમસ્યાનો ઉકેલ નથી. ચીન ન તો યુદ્ધનું કાવતં ઘડે છે અને ન તો યુદ્ધનો ભાગ બને છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુરોપિયન યુનિયન, G7 દેશો અને નાટોના 32 સભ્ય દેશોને ભારત અને ચીન પર 50 થી 100 ટકા ટેરિફ લાદવાની અપીલ કરી છે, જેથી રશિયા પર દબાણ આવે અને તે યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવે.
આ અપીલ પર ચીને પ્રતિક્રિયા આપી છે. સ્લોવેનિયાની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ચીન યુદ્ધનો ભાગ બનતું નથી. ગયા મહિને અમેરિકી વિદેશ મંત્રી સાથે વાત થઈ હતી, છતાં ટ્રમ્પ ટેરિફનું દબાણ લાવી રહ્યા છે, જે યોગ્ય નથી.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ગયા મહિને તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો બિયો સાથે વાત કરી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જો અમેરિકા અને ચીન સાથે મળીને કામ કરશે તો બંને દેશોને ફાયદો થશે. જો બંને દેશો પોતાના માર્ગથી ભટકશે નહીં અને સાથે મળીને આગળ વધશે તો તેઓ વિશ્વની સૌથી મોટી શક્તિ રહેશે.
તમને જણાવી દઈએ કે, યુએસ પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માંગે છે. આ માટે તેમણે રશિયા પર આર્થિક દબાણ લાવવાની રણનીતિ અપનાવી છે. આ માટે તેઓ રશિયાના વ્યાપારિક ભાગીદારો, ખાસ કરીને ભારત અને ચીન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.