બાળકો પાસે ચૂલામાં કોલસા ભરાવવા સહીતની મજૂરી કરાવતા બે શખ્સો સામે ગુનો નોંધાયો
Rajkot,તા.31
રાજકોટ શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર પારડી નજીક આવેલી હોટેલમાં એએચટીયુ ટીમે દરોડો પાડી 11 બાળ. શ્રમિકોંને મુક્ત કરાવવામાં આવ્યા હતા. બાળકો પાસે ચુલામાં કોલસા ભરવા સહિતની જોખમી કામગીરી કરાવતા બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજના દ્વારા રાજકોટ જિલ્લામાં બાળમજૂરી થતી અટકાવવા બાળમજુર તરીકે ગુમ- અપહરણ થયેલા બાળક હોવાની શકયતા તપાસવા બાળમજુરો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના નોડલ ઓફિસર એલ.સી.બી. પીઆઇ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળમજૂરી થતી અટકાવવા ટીમ તપાસમાં હતી. દરમિયાન એએચટીયુની ટીમે રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ઓવરબ્રિજ પાસે આવેલી ગીરીરાજ હોટલ ખાતે તપાસ કરતા અહીં હોટેલ માલિક દ્વારા બાળકને સાઉથ ઇન્ડીયનની અલગ-અલગ વાનગીઓના કામ માટે રાખી જે બાળમજૂરો પાસેથી ચાઇનીઝ ફસ્ડફૂડ તથા પંજાબી વાનગી બનાવતી વખતે તાવડાઓમા વાનગી તળવાનુ તેમજ ચુલામા કોલસા ભરવાનુ તેમજ સાફ-સફાઇ તેમજ શાકભાજી કટીંગનુ તથા ગ્રાહકોને ભોજન પીરસ્વા કામ કરાવી બાળકો દ્વારા ભયજનક જીવન જોખમાય તેવુ મજુરીનુ કામ કરાવતા હોય જે કામમાથી અગીયાર બાળમજુરોને મુક્ત કરાવવામાં આવ્યા છે.
બાદમાં આ અંગે એએચટીયુની ટીમે બ્રિરેન્દ્ર લોક બહાદુર ગૌતમ (ઉં-૩૪ રહે- મુળ સરખેત ભેરી ગંગા નેપાળ, હાલ ભિમનગર રોડ આવાસ યોજના ક્વાટર નં-૩૪ રાજકોટ), હરીલાલ પંન્નાલાલ ગાંમેતી (ઉં-૨૮ રહે – ગુંદાળા ગામ ઉદેયપુર રાજ્સ્થાન હાલે ગીરીરાજ હોટ્લ પારર્ડી ગામ) વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. આ કામગીરીમાં એએચટીયુ યુનીટના પીઆઇ એન.એ. શુક્લની રાહબરીમાં હેડ કોન્સ. દિલીપભાઇ કળોતરા, કોન્સ. એકતાબેન સાંકળીયા, સાગરભાઇ વૈશ સાથે રહ્યા હતાં.

