રાત્રિના સમયે મજૂરો ઓશિકા પાસે મોબાઈલ રાખીને ઉંઘી ગયા બાદ સવારે નહિ મળતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો
Rajkot,તા.31
શહેરના મવડી વિસ્તારમાં આવેલા કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઇલ ફોન ચોરાઇ જતાં માલવિયાનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે પ્રમેશ લાલજી લોધી(ઉ.વ.૨૮, રહે. વૈદવાડી-૪, ગ્રીન રોડ, રાજકોટ. મૂળ રહે. ચીયારાટા તા.કેસરગંજ જી.બલરામપુર, ઉત્તરપ્રદેશ) માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે મવડી મેઇન રોડ કારખાનામાં આવેલ ઓરડીમાં મિત્ર અક્ષયકુમાર રામદેવાસ જાટવ અને નિરંજન સંગમલાલ જાટવ સાથે રહે છે અને બધા મજૂરી કામ કરે છે. તા.૨૯/૦૮/૨૦૨૬ ના નીત્યક્રમ મુજબ, સાડા અગિયારથી વાગ્યા આસપાસ બધા સુઈ ગયા હતા. કારખાનાનો મેઇન ગેટની અંદરથી લોક યુવાન તથા તેના મિત્રો બધા અમારા કારખાનાના સેડ નીચે એક સાથે મોબાઈલ ફોન પાસે રાખી સૂઈ ગયા હતા.તા.૩૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને જોતા ઓશીકા પાસે રાખેલો મોબાઈલ ફોન જોવા મળ્યો ન હતો.બાદમાં યુવાને બાજુમાં સુતેલ અક્ષયકુમારને જાણાવેલ અને કહેલ કે, મારો મોબાઈલ ફોન જોવા આવતો નથી અને અન્ય સાથી નિરંજનને પણ જાણાવેલ. દરમિયાન યુવાનના બન્ને મિત્રોના ફોન શોધવા લાગેલ તો તેઓ બન્નેના મોબાઈલ ફોન પણ જોવા આવેલ નહીં. આમ કોઈ અજાણ્યો શખસે કારખાનામાં કોઈ રીતે અંદર પ્રવેશ કરી યુવાનો સુતા હતા ત્યાં બાજુમાં રાખેલ ત્રણેય મોબાઈલ ફોનની કુલ કિં. આશરે રૂ.૧૦,૩૦૦ ચોરી કરી લઈ ગયા હોય જેથી આ અંગે ફરિયાદ નોંધાવી છે.

