New Delhi, તા.30
પિન્ક સિટી જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ઓપનર વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ગુજરાત ટાઈટન્સ સામે આઠ વિકેટે જીત નોંધાવી હતી. 101 રનની ઇનિંગ્સ રમનાર વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ વિજેતા બન્યો હતો. તે IPL માં આ અવોર્ડ જીતનાર 14 વર્ષ 32 દિવસની ઉંમરે યંગેસ્ટ પ્લેયર બન્યો હતો.
તેણે આ મામલે અફઘાની ક્રિકેટર મુજીબ-ઉર-રહેમાનનો 2018નો રેકોર્ડ તોડયો હતો જેમાં તે પંજાબ કિંગ્સ તરફથી રમતાં 17 વર્ષ 39 દિવસની ઉંમરે રાજસ્થાન રોયલ્સ સામે પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ જીત્યો હતો.
વૈભવે 101 રનની ઇનિંગ્સમમાંં સાત ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. તેણે દોડીને માત્ર સાત રન કર્યા હતા, જયારે બાકીના 94 રન બાઉન્ડરીથી આવ્યા હતા. મેન્સ T20માં તેણે સેન્ચુરી ઇનિંગ્સમાં’ હાઇએસ્ટ 93.06 બાઉન્ડરી ટકાવારીનો રેકોર્ડ કર્યો હતો. આ પહેલાં ભારતના ઓપનિંગ બેટર અભિષેક શર્માએ 2024માં મેઘાલય સામે પંજાબ તરફથી રમતાં 92.45 ટકા સાથે આ રેકોર્ડ કર્યો હતો.
19 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે IPL ડેબ્યુ કર્યા બાદ તેણે પહેલી બે ઇનિંગ્સમાં 34 અને 16 રન બનાવ્યા હતા, પણ ત્રીજી જ મેચમાં ગુજરાત સામે આવી ઇનિંગ્સ રમી તે આ ટુર્નામેન્ટમાં સૌથી ઓછી ઇનિંગ્સ રમીને પહેલી સેન્ચુરી કરનાર ભારતીય બની ગયો છે.
17બોલમાં ફિફ્ટી અને 35 બોલમાં સેન્ચુરી ફટકારીને તે T20 ક્રિકેટમાં ફિફટી-સેન્ચુરી કરનાર યંગેસ્ટ પ્લેયર પણ બન્યો છે. તે IPL માં અગિયાર ઓવરની અંદર સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ભારતીય પણ છે. બિહાર સરકાર તરફ થી 10 લાખની ઈનામની જાહેરાત કરવામાં આવી છે.