New York, તા.27
યુ ટયુબે લાઈવ સ્ટ્રીમીંગ માટે 13 વર્ષની ન્યુનતમ વય સીમાને વધારીને 16 વર્ષ કરી નાખી છે. આ ફેરફાર 22 જુલાઈ 2025 થી અમલમાં રહેશે. હવે 16 વર્ષથી ઓછી વયના યુઝર યુ ટયુબ પર લાઈવ સ્ટ્રીમીંગ નહીં કરી શકે. આ નિર્ણય પ્લેટફોર્મ પર બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
લાગી શકે છે રોક
જો 13 વર્ષથી 15 વર્ષના બાળકો કોઈ વયસ્ક વિના લાઈવ સ્ટ્રીમીંગ કરશે તો તેમની સ્ટ્રીમ હટાવવામાં આવશે અથવા તેમનાં કેટલાંક ફીચર્સ પર રોક લાગી શકે છે.
ગેમીંગનાં શોખિનો પર અસર
આ ફેરફારથી સૌથી વધુ અસરગ્રસ્ત ગ્રેમીંગનાં શોખીન કિશોરો થશે. ગેમીંગ સમુદાયમાં હંમેશા 13-15 વર્ષનાં બાળકો સક્રિય રીતે ગેમ સ્ટ્રીમ કરતાં હોય છે.
શોષણથી બચાવ
છેલ્લા કેટલાંક વર્ષોમાં કિશોરોની લાઈવ સ્ટ્રીમીંગમાં ખોટા તત્વોની હાજરીની ખબરો અક્ષર આવી હતી.નવા નિયમોથી માત્ર તેમની સુરક્ષા જ મજબૂત નહીં થાય બલકે યુઝર્સને પણ સંતોષ મળશે કે તેમનાં બાળકોની ગતિવિધી સુરક્ષીત છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે ઓસ્ટ્રેલીયાની સરકારે સોશ્યલ મિડિયા ઉપયોગ માટે ન્યુનતમ વય સીમા 16 વર્ષ નકકી કરવાની યોજના બનાવી રહી છે. શરૂઆતમાં યુ ટયુબને શૈક્ષણીક મહત્વના કારણે આ નિયમથી છૂટ મળી હતી પરંતુ હવે દેશના ઈ-સુરક્ષા કમિશ્નરે યુ ટયુબને પણ તેમાં સામેલ કરવાની માંગ કરી છે.