Amreli,તા.15
સૌરાષ્ટ્રમાં બે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.જ્યારે . ચલાલામાં ખાનગી લકઝરી બસ પલટી જતાં મુસાફરો ઈજાગ્રસ્ત થયાં હતા.ચલાલા 25 લોકો ઈજાગ્રસ્ત થતાં ભારે અરેરાટી વ્યાપી છે
વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ગઈકાલે (14 એપ્રિલે) રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે સાતથી વધુ લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગતરાત્રિના લગભગ 9:30 વાગ્યે રાખેજ પાટીયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. લોકો ઘટનાસ્થળ પર એકઠા થઇ ગયા હતા. તે લોકો ઊભા-ઊભા આ અકસ્માતને જોઇ રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું. જેને પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી અક્સમાત જોવા ઊભેલા લોકો તેની નીચે કચડાઇ ગયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.
ચલાલાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત મુસાફરો
ચલાલામાં લકઝરી બસ પલટી જતાં કુલ 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં હતા. જેમાં ઈજાગ્રસ્તોની ઓળખ દેવાંગભાઈ ઉપાધ્યાય(ઉના), શરદભાઈ રાવલ(અમરેલી), રવજીભાઈ ચૌહાણ(કંસારી), જોશનાબેન ઉપાધ્યાય(ઉના), પરેશભાઈ મનુભાઈ બામણીયા(ચલાલા), દિપકભાઈ મનુભાઈ બામણીયા(ચલાલા), દિનેશભાઇ ભીખાભાઇ ધમલ(ખાંભા), જોરાજબેન જુણેજા(ચલાલા)ની ઓળખ થવા પામી છે. અકસ્માતમાં અન્ય પાંચ લોકોને નાની મોટી ઇજા થતાં તેમણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.