બોટાદ પંછકમાં ચકચાર મચાવતાં બનાવની વિગત એવી છે કે, બોટાદના ગઢડા તાલુકાના ભંડારિયા ગામે રહેતા અને ભાવનગર રોડ પર શિવ કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર કુણાલભાઈ વિનુભાઇ ગોલેતર પાસેથી પ્રકાશ મનસુખ આસોદરીયા,પરેશ નટવરલાલ પાનસુરીયા નામના બે શખ્સે અક્ષર ઓવરસીઝ નામની રાજકોટની પેઢીના સંચાલક તરીકે પરિચય કેળવ્યો હતો. અને ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪થી તા.૩ ફેબૂઆરી,૨૦૨૫ દરમ્યાન શિવ કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી અલગ-અલગ સમયે ખોળની ખરીદી કરી હતી.તેનું પેમેન્ટ સમયસર કરી આપી કુણાલભાઈ સાથે વિશ્વાસ કેળવી લીધો હતો.દરમિયાનમાં કુણાલભાઈ પાસેથી કુલ રૂા.૨૭,૯૨,૦૮૦ના ખોળની ખરીદી કરી અક્ષર ઓવરસીઝે રૂા.૨૦,૨૧,૦૦૦નું પેમેન્ટ કરી આપ્યું હતું. જયારે બાકી રહેતાં રૂા.૭,૭૧,૦૮૦નું ચૂકવણું ન કરતાં કુણાલભાઈએ રાજકોટ સ્થિત પેઢીના બન્ને શખ્સ પાસે ઉઘરાણી કરી હતી ત્યારે કંપનીના બન્ને શખ્સે કુણાલભાઈને ફોનમાં પૈસા આપવાના નથી, થાય તેમ કરી લેવું કહી ધાક-ધમકી આપી હતી.જો કે, આ ધમકી બાદ કુણાલભાઈ રાજકોટ ગયા હતા ત્યારે અક્ષર ઓવરસીઝ નામની પેઢી ન હોવાનું જણાતાં તેમણે અક્ષર ઓવરસીઝ નામની પેઢીના નામે ખોળ ખરીદી બાકી નાણાં પેટે રૂા.૭.૭૧ લાખ ન આપી છેતરપિંડી આચર્યાની અને ઉઘરાણી કરતાં ધમકી આપ્યાની ઢસા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Trending
- Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ
- બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ
- Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી
- નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં છલાંગ, ટોપ-2માં Gill-Hitman
- શનિવારે Dwarka માં ઠાકોરજીના 5252માં જન્મના વ્હાલથી વધામણા
- Jasdan માં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં મંત્રી કુંવરજી બાવળીયાનું પૂજન અર્ચન
- ચીનની Snatching Net Technology: વિશ્વ માટે ખતરો કેમ?
- Rajkot: તા.15ના ગાંધી મ્યુઝિયમના બાળકોને ફ્રી પ્રવેશ