Morbi,તા.10
મકનસર (પ્રેમજીનગર) ગામે રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું આપઘાતના બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ના રહેવાસી જયશ્રીબેન કિશનભાઈ જોષી (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગત તા. ૦૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતકનો લગ્નગાળો ૩ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે