New Delhi,તા.09
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને હિટમેનના નામથી ફેમસ Rohit Sharmaએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. આ પહેલા તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. હવે તે વનડેમાં રમવાનું ચાલું રાખશે. ક્રિકેટની પિચ પર નહીં પરંતુ કમાણીના મામલે પણ તે ટોપ પર છે અને તે અમીર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. અહેવાલ પ્રમાણે Rohit Sharmaની નેટવર્થ લગભગ 214 કરોડ રૂપિયાની આસપાસ છે.
Rohit Sharma ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નો A+ ગ્રેડ ખેલાડી છે અને તેને આ કોન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. જો મેચ ફીની વાત કરીએ તો તેને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વનડે મેચ માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે. Rohit Sharmaની નેટવર્થમાં ક્રિકેટમાંથી થતી કમાણીનો મોટો ભાગ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 214 કરોડ રૂપિયા છે. Rohit Sharma IPL ફોર્મેટમાંથી પણ ઘણી કમાણી કરે છે.
જો વાત માત્ર ક્રિકેટ દ્વારા થતી કમાણીની કરીએ, તો તે વાર્ષિક લગભગ 23 કરોડ રૂપિયાની અસાપાસ કમાણી કરે છે અને આ હિસાબે દર મહિને તેની કમાણી લગભગ 2 કરોડ રૂપિયા થાય છે.
માત્ર ક્રિકેટ દ્વારા જ નહીં હિટમેન Rohit Sharmaની નેટવર્થમાં અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક પણ સામેલ છે. આમાં તે દર વર્ષે 1 થી 2 કરોડ રૂપિયા તો મોટી કંપનીઓની જાહેરાતો દ્વારા જ કમાય છે. Rohit Sharma ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની યાદીમાં CEAT અને Rasna ઉપરાંત Oral-B, Swiggy, Ixigo, Max Life Insurance, New Era, Aristocrat અને IIFL જેવી કંપનીઓ સામેલ છે.
Rohit Sharma ઈન્વેસ્ટમેન્ટના મામલે પણ આગળ છે અને અહેવાલો પ્રમાણે તેણે ઘણા સ્ટાર્ટઅપ્સમાં લગભગ 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં Rapidobotics અને Veiroots Wellness Solutions જેવા સ્ટાર્ટઅપ્સ સામેલ છે. આ સાથે જ તે મુંબઈમાં એક ક્રિકેટ એકેડમી ક્રિકકિંગડમ પણ ચલાવે છે.