કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહી : આરોપીઓ મેફેડ્રોનનો જથ્થો પાણીમાં ફેંકી નાસી ગયા
Porbandar,તા.14
ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરીયાકાંઠાનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતો હોય તેવા અહેવાલ છાસવારે સામે આવતા હોય છે ત્યારે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી આશરે 1800 કરોડની કિંમતનો 300 કિલોમીટર ડ્રગ્સનો જથ્થો કોસ્ટગાર્ડ અને એટીએસએ પકડી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરના દરીયા નજીક તપાસ એજન્સીને જોઈ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. આ 300 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 1800 કરોડ છે. ગુજરાત એટીએસની બાતમી હતી કે, ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. બોટમાં સવાર લોકોને કંઈક ખબર પડતાં જ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા હતા. ડ્રગ્સ માફિયા ભારતીય સરહદમાં થોડું ઘૂસીને પાછા ભાગી ગયા હતા. જોકે, ઇન્ટરસેપ્ટર બોટે પાણીમાં ફેંકેલા ડ્રગ્સને ઝડપી લીધો છે.
અહેવાલો અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પોરબંદરથી 190 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં આઈસીજીએ પોતાના જહાજો અને વિમાનોને તૈનાત કર્યા હતા.
કોસ્ટગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક 13મી એપ્રિલની રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોરબંદરથી 190 કિલોમીટર દૂર શંકાસ્પદ બોટની હિલચાલ સામે આવી’તી
પ્પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડની શીપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન 300 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ પોતાના જહાજો અને વિમાનોને તહેનાત કર્યા હતા.