Morbi,તા.12
બાયપાસ નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય 37 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના રહેવાસી હાલ મોરબી રાજકોટ બાયપાસ પાસે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મજૂર ઓરડીમાં રહેતા અમિતસિંહ ગિજેશસિંહ રાજપૂત (ઉ. વ..37) વાળા યુવાન પોતાની રૂમમાં કોઈ કારણોસર પતરાંની છતની એંગલ સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી સિટી એ ડિવિજન પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના રફાલેશ્વર જીઆઈડીસીમાં ગળેફાંસો ખાઈ ખાઈ યુવાને આપઘાત કર્યો
રફલેશ્વર જીઆઈડીસીમાં રહીને મજૂરી કરતાં 21 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ રફલેશ્વર જીઆઈડીસીમાં એવાઈ ડેકોર કારખાનામાં રહીને કામ કરતાં સંજયભાઈ દિપાભાઈ ચાવડા (ઉ. વ.21) નામના યુવાને લેબર કોલોનીમાં પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લોખંડ એંગલ સાથે ખાટલાની પાટટી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે