New Delhi તા.30
મ્યાનમારમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ આ જાણકારી આપી છે. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 4.7 નોંધાઈ છે.
મ્યાનમારમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર મણિપુરમાં જમીનથી 15 કિલોમીટરની ઉંડાઈએ હતું. ભૂકંપની અસર નાગાલેન્ડ અને આસામમાં પણ જોવા મળી હતી. મ્યાનમારમાં આજે સવારે 6-10 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા.
મ્યાનમાર ઉપરાંત તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 3.3 રિકટર સ્કેલ પર નોંધાઈ છે. અહીં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ નોંધાયું છે.

