New Delhi,તા.25
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનનો ઉત્સાહ જેમ જેમ મેચો પસાર થતી જાય છે, તેમ તેમ વધતો જાય છે. 24મી એપ્રિલ (ગુરુવાર) સુધીમાં IPL 2025 માં કુલ 42 મેચ રમાઈ ચૂકી છે. હવે પ્લેઓફ સહિત 34 મેચ રમવાની બાકી છે. પ્લેઓફનું ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સાઈ સુદર્શન, જોસ બટલર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓએ તેમના પ્રદર્શન સારૂ દર્શાવ્યું છે અને તેમના બેટથી ઘણાં રન બનાવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક બેટરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. કેટલાક બેટર એવા છે જેમણે ફક્ત એક જ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ બાકીની મેચોમાં, તેઓએ તેમના બેટથી એટલા રન બનાવ્યા નથી. ચાલો જાણીએ આવા 5 ખેલાડીઓ વિશે જે ફ્લોપ સાબિત થયા છે.દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર અને બેટર ક્વિન્ટન ડી કોકે રાજસ્થાન રોયલ્સ (RR) સામે 97 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. જો કે, બાકીની છ ઇનિંગમાં તે ફક્ત 46 રન જ બનાવી શક્યો હતો. ફોર્મમાં ન હોવાથી ડી કોક 21મી માર્ચે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને રહેમાનુલ્લાહ ગુરબાઝને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ના પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું. ડી કોકના ખરાબ પ્રદર્શનની KKR પર પણ અસર પડી અને તે આઠમાંથી પાંચ મેચ હારી ચૂકી છે
આ કિવી ખેલાડીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની શરૂઆતની મેચમાં અણનમ 65 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. તે શાનદાર ઇનિંગ પછી રચિનનું ફોર્મ ખરાબ થઈ ગયું. બાકીની મેચોમાં રવિન્દ્રએ 41, 0, 3, 36, 4, 37, 5 રન બનાવ્યા. રવિન્દ્રના ખરાબ પ્રદર્શનની પણ CSK પર અસર પડી અને તે 8 માંથી 6 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ IPL 2025માં જોરદાર વાપસી કરી છે અને સતત ચાર મેચ જીતી છે. જો કે, ઓપનિંગ બેટ્સમેન રાયન રિકેલ્ટનનું ફોર્મ તેમના માટે ચિંતાનું કારણ બન્યું છે. દક્ષિણ આફ્રિકાના બેટર રિકેલ્ટને 31મી માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે 62 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી. બાકીની 8 ઈનિંગ્સમાં રિકેલ્ટનના બેટમાંથી ફક્ત 153 રન જ આવ્યા છે. IPL 2025ની મેગા હરાજીમાં કોલકાતા નાઈટ રાઇડર્સે વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો, પરંતુ તે ટીમની અપેક્ષાઓ પર બિલકુલ ખરો ઉતર્યો નથી. વેંકટેશ અત્યાર સુધી KKR માટે 6 ઈનિંગ્સમાં 22.50ની સરેરાશથી 135 રન બનાવી ચૂક્યા છે. આ દરમિયાન તેણે ત્રીજી એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં 60 રન બનાવ્યા હતા.પંજાબ કિંગ્સ (PBKS)ના યુવા બેટર પ્રિયાંશ આર્યએ આઠમી એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સદી (103 રન) ફટકારી હતી. જો કે,બાકીની મેચોમાં તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. બાકીની સાત ઇનિંગ્સમાં પ્રિયાંશએ 151 રન બનાવ્યા હતા. 23 વર્ષીય પ્રિયાંશ આગામી મેચોમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.ગયા વખતની જેમ આ સિઝનમાં પણ IPLમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતમાં 13 સ્થળોએ રમાશે. આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર રમાશે. IPLમાં ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ ડબલ હેડરના દિવસે ચાહકોને ઉત્સાહનો ડબલ ડોઝ મળે છે.