ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતા વધી છે અને આરોગ્ય વિભાગની દોડધામ વધી છે, જો કે આજે રવિવારે કોરોના વાયરસનો નવો કેસ નોંધાયો નથી અને કોઈ દર્દી કોરોના મૂક્ત નથી થયો. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા રપ દિવસમાં કોરોનાના કુલ પર કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના પ૧ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના ૧૭ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે તેમ ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે તેથી ગામડાઓમાં રાહત છે, જયારે શહેરીજનોમાં ફફડાટ વધ્યો છે. શરદી, ઉઘરસ, તાવ વગેરે લક્ષણો કોરોના વાયરસના છે અને આવા કેસ હાલ વધી રહ્યા છેે. કોરોના વાયરસના લક્ષણ હોય તેવા દર્દીઓએ સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવવા જોઈએ તેમજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા