Morbi,તા.29
વાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા ૫૫ વર્ષની મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું છે
મધ્યપ્રદેશના રહેવાસી સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ (ઉ.વ.૫૫) નામની મહિલા ગત તા. ૨૭ ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોચી હતી જેથી સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર કુવાડવા ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મહિલાનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે