Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»55,00,000નું સોનું પકડાયું Ahmedabad Airport Toilet માંથી, કસ્ટમ અધિકારીઓ પણ ચોંક્યા
    અમદાવાદ

    55,00,000નું સોનું પકડાયું Ahmedabad Airport Toilet માંથી, કસ્ટમ અધિકારીઓ પણ ચોંક્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.18

    નૈતિકતા અને પ્રમાણિક્તા જેવું કંઈ રહ્યું નથી’ તેવી ટિપ્પણીઓને ખોટો પાડતો કિસ્સો અમદાવાદ ઍરપૉર્ટમાં જોવા મળ્યો છે. અમદાવાદ ઍરપૉર્ટના સફાઈકર્મીની સતર્કતા-પ્રમાણિક્તાથી 750 ગ્રામ સોનું મળ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે દિનેશ ગરવા નામનો સફાઈકર્મી રાબેતા મુજબ તેની સફાઈની ડ્યુટીમાં વ્યસ્ત હતો. પુરુષોના શૌચાલયમાં સફાઈ કરતી વખતે તેનું ઘ્યાન ડસ્ટબિનમાં પડેલા એક શંકાસ્પદ પેકેટ પર પડ્યું.

    અમદાવાદ ઍરપૉર્ટ પર સતર્કતા-પ્રમાણિકતાનો કિસ્સો 

    આ પેકેટ ખાલી હોવા છતાં વજનદાર લાગતું હતું. જેના કારણે આ પેકેટમાં કંઈક તો ગરબડ છે તેવી તેની માન્યતા દૃઢ બની. તેણે શંકાના સમાધાન માટે આ પેકેટ ખોલવાનો નિર્ણય લીધો. આ પેકેટ ખોલતાં જ તેની અંદર સિફતપૂર્વક પેક કરેલા સીલબદ્ધ બીજા પેકેટ્‌સ મળી આવ્યા હતા.

    દિનેશ ગરવાએ તાકીદે પોતાના સુપવાઇઝર અને કસ્ટમ અધિકારીઓને બોલાવી લીધા. કસ્ટમ અધિકારીઓએ પેકેટની ચકાસણી કરતાં તેમાંથી 750 ગ્રામની શુદ્ધ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. મળી આવેલા આ સોનાની કિંમત અંદાજે રૂપિયા 55 લાખ છે. દિનેશ ગરવાએ આ અંગે જણાવ્યું કે, ‘મેં માત્ર મારી ફરજ નિભાવી છે. કચરાટોપલી વધારે પડતી વજનદાર લાગતા મને શંકા થઈ હતી.’

    કચરાટોપલીમાં 750 ગ્રામ સોનું કોણે છુપાવ્યું? તપાસનો ધમધમાટ

    અમદાવાદ ઍરપૉર્ટના શૌચાલયની કચરાટોપલીમાં 750 ગ્રામ સોનું કોણે છુપાવ્યું અને તે કોને પહોંચાડવાનું હતું તેમજ તેમાં કોની-કોની સંડોવણી હોઈ શકે છે, તે દિશામાં તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. કચરાટોપલીમાં છુપાવેલું સોનું જેને પહોંચાડવાનું હતું તેના હાથમાં પહોંચે તે અગાઉ જ સફાઈકર્મીની સતર્કતાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટને મળી ગયું છે. આ ઘટના બાદ દાણચોરો સોનું છુપાવી શકે તેવી દરેક જગ્યા પર વોચ વધારી દેવાઈ છે.

    દાણચોરોની મોડસ ઓપરેન્ડી શું હોય છે?

    દાણચોરીનું સોનું લાવવા માટે કેરિયર્સની મદદ લેવામાં આવે છે. આ કેરિયર્સ દુબઈ, યુએઈ, બેંગકોક, થાઇલેન્ડથી મોટાભાગે સોનું લાવતા હોય છે. કેરિયર્સને સોનું લાવવા માટે આવવા-જવાની ટીકિટ, રહેવા-જમવા સહિતની સુવિધા તેમજ અલગથી કમિશન આપવામાં આવે છે. તેઓ ધૂંટણની પાછળ, લગેજમાં સીલ કરીને, અંડરગાર્મેન્ટ્‌સ-સેનિટરી નેપકિન તેમજ ગુપ્તભાગમાં છુપાવીને સોનું લાવતા હોય છે. ઘણી વખત કસ્ટમ્સની વોચ વધારે હોય તો તેઓ ઍરપૉર્ટના શૌચાલયમાં જ સોનું છુપાવી દે છે, આ જગ્યામાંથી તેમના મળતિયા સોનું લઈ લે છે. સ્મગલરો સોનું લાવવાની મોડસ ઓપરેન્ડીમાં સતત ફેરફાર કરતાં રહે છે.

    Ahmedabad-Airport Smuggled-Gold-found
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025
    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    અમદાવાદ

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.