અમરેલી સિવિલ અને ભાવનગરની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાઈ
Amreli,તા.22
અમરેલી જિલ્લામાં દિવસે અને દિવસે આપઘાત ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે બાબરા તાલુકાના નાની કુંડળ ગામે રહેતી તરુણીએ દાદાએ ઠપકો આપતા એસીડ પી લેતા સારવાર અર્થે પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલ અને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે .આ અંગે મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના નાની કુંડળ ગામે રેતી સોનલબેન રસિકભાઈ ઝાપડિયા ઉંમર વર્ષ 16 વર્ષે તરુણી ગત તારીખ 30 9 ના રોજ પોતાના ઘરે એસિડ પી જતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલ બાદમાં પોતાના ઘરે સારવાર ચાલુ હતી એ દરમિયાન તબિયત લથડતા અમરેલી અને ભાવનગરની ખાનગી હોસ્પિટલ માં સારવાર બાદ ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે આ અંગે સોનલબેન પોતાના દાદાએ ઠપકો આપતા એસિડ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો એવું એમના પિતાએ જણાવ્યું હતું

