Mumbai, તા.17
બોલીવૂડ અભિનેતા સૈફ અલીખાન પર થયેલા હુમલામાં એકથી વધુ વ્યકિતની સંડોવણી પણ નકારાતી નથી. પોલીસના જણાવ્યા મુજબ જે વ્યકિતએ શાહરુખ ખાનના બંગલાની રેકી કરી હતી.
તેના સીસીટીવી ફૂટેજ મુજબ તે 6 થી 8 લાંબી સીડી મુકીને શાહરુખના બંગલા પાછળ રીટ્રીટ હાઉસ નજીક દેખાયો હતો અને પોલીસ માને છે કે, એક વ્યકિત આટલી મોટી લોખંડની સીડી સાથે જઇ શકે નહીં અને તે ઉપાડવા માટે બે થી ત્રણ વ્યકિતઓની જરુર પડે છે.
મુંબઇ પોલીસે હવે આ અંગે નવા એંગલથી તપાસ શરુ કરી છે અને એક વ્યકિત સૈફઅલીના ઘરમાં ઘુસ્યા હોય અને બીજા બહાર રાહ જોતા હોય તેમજ સૈફના ઘરની બહાર નીકળેલ વ્યકિતને તે સલામત લઇ ગયા હોય તેવી પણ શક્યતા હોય.