Jamnagar તા.16
જામનગરમાં વધુ રહેલાં દારૂ-જુગારના દૂષણ વચ્ચે એલસીબીની ટીમે શહેરના સાંઢિયા પુલ પાસે આવેલ કોપર સિટી નજીકથી કારમાંથી 60 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. કારચાલક નાશી જતાં પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જામનગર એલસીબી સ્ટાફના મયુરસિંહ પરમાર, કાસમભાઇ બ્લોચ તથા યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે શહેરમાં સાંઢિયા પુલ પાસે આવેલ કોપર સિટી નજીક વોચા ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની જીજે-03-એફકે-9982 નંબરની સ્વિફ્ટ કાર પસાર થતાં પોલીસે આ કારને રોકાવી હતી. કારની તલાશી લેતાં પોલીસને કારમાંથી રૂા.40,452 ની કિંમતની 60 દારૂની બોટલો મળી આવી હતી.
આથી પોલીસે દારૂના આ જથ્થા સાથે રૂા.3,00,000 ની કાર મળી કુલ રૂા.3,40,452 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન કારચાલક નાશી જતાં પોલીસે તેને ફરારી જાહેર કરી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કાર્યવાહી પીઆઇ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ પી.એન.મોરી તથા સી.એમ. કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.