Papua New Guinea,તા.5
તાજેતરમાં જ મ્યાનમારમાં આવેલા 7.7 અને 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેકવાર આફ્ટરશોક આવી ચૂક્યા છે ત્યારે હવે આજે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા ડર ફેલાયો હતો.
યુરોપિયન-ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે, શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન ક્ષેત્રના દરિયાકાંઠે 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. EMSCએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઊંડાઈ 49 કિલોમીટર (30.45 માઇલ) હતી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે.