New Delhi,તા.20
દેશના એક સમયે ગૌરવ સમાન અને રાષ્ટ્રીય કેરિયરનું સ્થાન મેળવનાર એરઈન્ડીયાના ખાનગીકરણ બાદ તેની હાલત અત્યંત વણસી ગઈ હોવાના સંકેત અને અમદાવાદ વિમાની દુર્ઘટનાના પગલે આ એરલાઈનની સેફટી ક્ષમતા મુદે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
તેમાં હવે આજે પણ એરઈન્ડીયાએ તેની ચાર સ્થાનિક અને ચાર વિદેશી ફલાઈટ રદ કરી છે. જેના કારણે હજારો મુસાફરો રઝળી પડયા છે. આજે દિલ્હીથી મેલબોર્નની ફલાઈટને એઆઈ 308, મેલબોર્નથી દિલ્હીની એઆઈ 309 દુબઈથી હૈદરાબાદની ફલાઈટ નં. એઆઈ 2294 ઉપરાંત પુના-દિલ્હી ફલાઈટ નં.એઆઈ 874, અમદાવાદ-દિલ્હી ફલાઈટને એઆઈ 456, હૈદરાબાદની મુંબઈની ફલાઈટ એઆઈ 2872 અને ચેન્નઈથી મુંબઈની ફલાઈટ એઆઈ 571 રદ થઈ છે.
એરઈન્ડિયાએ તેના માટે વિમાની મરામત- મેઈન્ટેનન્સ વિ. કારણો આપ્યા છે. આખરી ઘડીએ રદ થયેલી આ ફલાઈટથી મુસાફરો જેઓએ પોતાની ઉડાન શેડયુલ કરી હતી. તેઓ માટે નવી મુશ્કેલી સર્જાઈ છે. એરઈન્ડીયાએ તેની વિદેશી સેવામાં પણ 15% નો કાપ મુકયો છે.