Mumbai તા.21
ભારતના કેપિટલ માર્કેટ્સમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રીટેલ રોકાણકારોની ઉલ્લેખનીય ભાગીદારી થઈ છે આ દરમિયાન નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)માં 84 લાખથી વધુ નવા સક્રિટ ડીમેટ ખાતા જોડવામાં આવ્યા છે. આ આંકડા વાર્ષિક આધાર પર 20.5 ટકાથી વધુ છે. આ સાથે જ એનએસઈ પર કુલ સક્રિય ડિમેટ ખાતા વધીને 4.92 કરોડ થઈ ગયા છે.
આ વૃધ્ધિમાં સૌથી આગળ બે ડિઝીટલ બ્રોકરે જ કંપનીઓ ગ્રે અને એન્જલ વન છે. તેની કુલ શુધ્ધ વૃધ્ધિમાં 57 ટકાથી વધુ ભાગીદારી રહી હતી. ગ્રો સૌથી વધુ યોગદાનકર્તા તરીકે ઉભરી જેણે 34 લાખ નવા ખાતા જોડયા. તેની એનએસઈ વૃધ્ધિમાં 40 ટકા ભાગીદારી રહી. તેનો સક્રિય ગ્રાહક આધાર માર્ચ 2024ના 95 લાખથી વધીને માર્ચ 2025માં 1.29 કરોડ થઈ ગયું. એનએસઈના આંકડા અનુસાર આ દરમિયાન ગ્રોની બજાર ભાગીદારી 23.28 ટકાથી વધીને 26.26 ટકા થઈ ગઈ.
એન્જલ વને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 14.6 લાખ ખાતા જોડવામાં આવ્યા અને તેના એનએસઈની કુલ વૃધ્ધિમાં 17.38 ટકાનું યોગદાન કર્યુ. તેની બજાર ભાગીદારી 15.38 ટકા છે. આ ઉપરાંત જીરોધાએ નાણાકીય વર્ષ 2024-25માં 5.8 લાખ નવા ખાતા જોડયા અને એનએસઈની કુલ વૃધ્ધિમાં તેણે લગભગ સાત ટકાનું યોગદાન આપ્યું.
નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધીમાં તેની બજાર ભાગીદારી 16 ટકા હતી. એચડીએફસી સિકયોરિટીજના વાર્ષિક આધારે 36.78 ટકાની મજબૂત વૃધ્ધિ નોંધી હતી અને તેનો ગ્રાહક આધાર 14.9 લાખની નજીક હતો.