New Delhi,, તા.9
દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને સ્લીપર બસોને બનાવવામાં આચારવામાં આવતી અનિયમિતતાને રોકવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સખ્ત એકશનના મૂડમાં છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રાઈવેટ બસ બોડી બિલ્ડરો (વેન્ડરો) દ્વારા બસો બનાવવામાં આચરવામાં આવેલ મોટા સ્તરે લાપરવાહી, સુરક્ષા ધોરણો પર ખરી ન ઉતરવા છતા ફિટનેસ સર્ટીફીકેટ જાહેર કરવા અને અન્ય પ્રકારના ગોટાળાની શંકા જોઈ કેટલાક મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવામાં આવશે.
જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે
રાજયો અને કેન્દ્રશાસિત રાજયોના ટ્રાન્સપોર્ટ મંત્રીઓ અને કમિશ્નરોની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ તેમણે મીડિયાને કહ્યું હતું કે અમારા પ્રયાસો છતા પણ માર્ગ અકસ્માતમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે.
ગત વર્ષ ત્રણ મહિનામાં રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં સ્લીપર બસોમાં આગ લાગવાની થયેલી પાંચથી છ ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમાં 145 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા.
અમે માફી કે આંખ આડા કાનના મૂડમાં નથી, તેના પર અંકુશ લગાવવાનો જ છે. આ માટે મંત્રાલય તરફથી રાજસ્થાન સરકારને પત્ર લખીને પૂછવામાં આવ્યું છે કે તે એ બતાવે કે આ દુર્ઘટનાઓ માટે કોણ કોણ જવાબદાર છે.
તેમાં કયા કયા સ્તરે લાપરવાહી વર્તવામાં આવી અમે ભૂલ કરનાર અધિકારીઓને માફ નહી કરીએ. હવે આવા જે પણ મામલા આવશે, તેમાં જવાબદાર અધિકારીઓ સામે સખ્ત પગલા લેવામાં આવશે.
ગડકરીએ કહ્યું હતું કે, ગાડીઓની પરસ્પર ટકકર રોકવા માટે વી ટુ વી (વ્હીકલ ટુ વ્હીકલ) સિકયોરીટી ફીચર પર કામ થઈ રહ્યું છે. આ ટેકનિકલથી કારોમાં પરસ્પર વાયરલેસની ટેકનીકથી વાત કરવા અને સ્પીડ અચાનક બ્રેક લગાવવા ઉભી ગાડી અને ગાડીના લોકેશન દેવા જેવી રિયલ ટાઈમ જાણકારી શેર કરે છે. તેને અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન ચેવા દેશોમાં નવી કારોમાં લગાવવા માટે ટ્રાયલ કરવામાં આવી રહી છે.
પ્રાઈવેટ વેન્ડર નહીં બનાવી શકે સ્લીપર બસોઃ ગડકરી
ગડકરીએ જાહેરાત કરી હતી કે દેશમાં પ્રાઈવેટ બસ વેન્ડર સ્લીપર બસ નહીં બનાવી શકે. રાજસ્થાન અને અન્ય રાજયોમાં સ્લીપર બસોમાં આગથી મોતના મામલામાં મોટા સ્તરે લાપરવાહીઓ બહાર આવી છે. બસ બનાવનાર પ્રાઈવેટ બસ બોડી બિલ્ડરોએ તેને બનાવવામાં સુરક્ષાના ધોરણો નેવે મુકયા છે.
આ સ્થિતિમાં નિયમોને રિવાઈઝ કરી પ્રાઈવેટ બસ વેન્ડરો પાસેથી બસ બનાવવાના રાઈટ સમાપ્ત કરી દીધા છે. આ બસોને ચેસીસ કંપનીઓ જ બનાવશે.

