Tehran,તા.15
ઈરાન સામે અમેરિકાના લશ્કરી પગલા નિશ્ચિત બનતા જ ઈરાને પણ હવે જવાબ આપવાની તૈયારી સાથે તેના હવાઈદળ સહિતના સૈન્યને મહત્વ એલર્ટ પર મુકી દીધુ છે. એક તરફ ઈરાનમાં મુલ્લા શાસન સામે વધુ શહેરોમાં હજારો લોકો માર્ગ પર આવી ગયા છે અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ `મદદ’ આવી રહી છે તેવી જાહેરાત કરતા જ મધ્યપુર્વમાં ભડકાની સંભાવના વધી ગઈ છે.
અમેરિકા હવાઈ આક્રમણ કરશે તેવા સંકેત બાદ ઈરાને તેની હવાઈ સ્પેસ બંધ કરતા જ ભારતીય સહિતની એરલાઈનોએ તેની ઈરાનની ફલાઈટસ રદ કરવા ઉપરાંત આ દેશ પરથી હવાઈ સીમા પરથી પસાર થતી મુસાફર વિમાની સેવાઓનો માર્ગ પણ બદલ્યો છે.
ઈરાને આજે સવારે જાહેર કરેલા આદેશમાં તેની હવાઈ સીમા તાત્કાલીક અસરથી બંધ કરવા જાહેરાત કરી છે તો બીજી તરફ ઈરાને તેના પર હુમલો થશે તેવી દહેશતથી ઈરાને અમેરિકા ઈઝરાયેલને ચેતવણી આપી ઈરાનથી દુર જ રહેવા જણાવાયું છે.
આજે એરઈન્ડીયા સહિતની ભારતીય એરલાઈન્સે તેની ઈરાન ભણીની ઉડાન ડાઈવર્ટ કરી છે અને તહેરાનની સેવા રદ કરી છે. ઈરાનમાં સતત વધતા તનાવના કારણે અહી અભ્યાસ કરતા બે હજારથી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે ચિંતા વધી છે અને ભારત તેમને સલામત લાવવા કોઈ ખાસ ઓપરેશન શરૂ કરે તેવા સંકેત છે અથવા યુક્રેન યુદ્ધની માફક ઈરાનમાં પણ વાસ્તવિક યુદ્ધ શરૂ થાય તો ભારતે તેમાં પોતાના નાગરિકોને સુખરૂપ બહાર લાવવા માટે એકશન લેવા પડશે.
અમેરિકાએ જો કે તેની ગલ્ફના દેશોમાં મહત્વના લશ્કરી થાણાઓને એલર્ટ કરવાની સાથે ઈરાનને અન્ય દેશો જયાં અમેરિકી સેના છે તેના પર ત્રાટકવાનું કોઈ કારણ રહે નહી તેથી આ થાણામાં અમેરિકી દળોની હાજરી ઘટાડવાનું શરૂ અને એક વાત પુરી રીતે તૈયારી થઈ ગયા બાદ અમેરિકા હુમલો કરશે. ભારતે તેના નાગરિકોને ઈરાનમાંથી સલામત બહાર આવવા અપીલ કરી છે.
બીજી તરફ ગ્રીનલેન્ડ કબ્જે કરવાના ટ્રમ્પના ઈરાદા મકકમ હોવાનું પુરા યુરોપમાં તનાવ વધી ગયા છે અને પ્રમુખ ટ્રમ્પ નાટો દેશ સામેજ શું લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. તે અંગે જબરી અટકળો શરૂ થઈ છે તથા આખરી ઘડીએ કોઈ ડિપ્લોમેટીક માર્ગ શોધવાની કવાયત શરૂ થઈ છે.

