Colombia તા.29
ગઇકાલે મહારાષ્ટ્રમાં બારામતીમાં લેન્ડીંગ વખતે પ્લેન ક્રેશ થતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત અનેક લોકોના મોતની દુર્ઘટનાના સમાચારની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગઇકાલે જ કોલંબિયામાં લેન્ડીંગની 11 મીનીટ પહેલા એક વિમાન ક્રેશ થયું હતું અને તેમાં પણ એક રાજકીય નેતા-સાંસદ સહિત 15 લોકોના મોત નિપજ્યા છે.
કોલંબિયામાં બુધવારે સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે 11ઃ42 વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું.
ઉડાનના થોડા સમય બાદ, લેન્ડિંગની માત્ર 11 મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો સંપર્ક ‘કેટટુમ્બો’ ક્ષેત્ર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સઘન શોધખોળ બાદ બચાવ ટીમોને વિમાનનો કાટમાળ કેટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મોત થયા છે.
આ વિસ્તાર ઊબડ-ખાબડ પહાડો અને ખરાબ હવામાન માટે જાણીતો હોવાથી બચાવ કામગીરીમાં ટીમોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હ

