New Delhi,તા.31
મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારના વિમાની દુર્ઘટનામાં મૃત્યુ બાદ તેમનો રાજકીય વારસો આગળ ધપાવવા તથા પવાર પરિવારને રાજયની દેવેન્દ્ર ફડનવીસ સરકારમાં સ્થાન આપવાની પ્રક્રિયા હવે અંતિમ તબકકામાં છે અને સ્વ.અજીત પવારના પત્ની સુનેત્રા પવારને આજે એનસીપી અજીત પવાર જૂથના વિધાનસભા પક્ષના નેતા પદે ચૂંટી કઢાયા બાદ સાંજે જ એક સાદા સમારોહમાં તેઓને નાયબ મુખ્યમંત્રી પદે શપથ લેવરાવે.
આમ તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે. સ્વ. પવાર પરિવારે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વ્યવસ્થા ગોઠવી લીધી છે અને સુનેત્રા પવાર એ બારામતીની ખાલી થયેલી ધારાસભા બેઠક પર ચુંટણી લડશે તથા તેઓ જે હાલ રાજયસભાના સભ્ય છે તેમાંથી રાજીનામુ આપશે અને તે બેઠક પર અજીત સુનેત્રા પવારના પુત્ર પાર્થ પવાર ઉપલા ગૃહમાં સભ્ય બનશે.
સુનેત્રા પવાર ગઈકાલે રાત્રીના જ મુંબઈ પહોંચી ગયા હતા. આ પુર્વે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ તથા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ વચ્ચે દોઢ કલાક બેઠક યોજાઈ હતી જેમાં આ ફોર્મ્યુલા તૈયાર થઈ છે. 62 વર્ષીય સુનેત્રા પવારને હવે નાયબ મુખ્યમંત્રી સાથે કયાં વિભાગો ફાળવાય તેના પર નજર છે.
સ્વ. અજીત પવારે ભારેખમ નાણા મંત્રાલય સંભાળતા હતા પણ સુનેત્રા પવાર પ્રથમ વખત મંત્રી બની રહ્યા છે તથા શાસનનો અનુભવ નથી તેમ તેઓને હાલ હળવા વિભાગો અને નાણા મંત્રાલય એનસીપીના જ કોઈ સિનિયર નેતાને સોપાય તેવી ધારણા છે.
રાજયમાં તા.7ના રોજ જીલ્લા પરિષદોની ચુંટણી યોજાવાની છે જે એનસીપી મહત્વની છે તેથી જ સૂત્રેત્રા પવાર પ્રત્યે સહાનુભૂતિ સતા બન્નેનો લાભ પક્ષને મળે તે જોવાઈ રહ્યો છે.
મુંબઈઃ આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારની શપથવિધિની તૈયારી પર પક્ષના સ્થાપક પવાર પરિવારના મોભી શરદ પવારે અજ્ઞાનતા દર્શાવી હતી. તેઓએ સ્વીકાર્યુ કે એનસીપીના બન્ને જૂથોને એક કરવાની વાતચીત અજીત પવાર સાથે ચાલુ હતી અને તે નિશ્ચિત હતું પણ બદલાયેલી સ્થિતિમાં સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાના નિર્ણય પર તેઓને પુછાયું નથી.

