New Delhi, તા.5
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વ્યાપાર સમજુતીમાં ભારતે રશિયન ક્રુડ તેલ નહીં ખરીદવા સહિતની જે શરતો સ્વીકારી છે તેવા દાવા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરીફ નીતિનો વિજય થયો છે તેવું પણ સાબિત કરવા પ્રયત્ન કરે છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે.
મહત્વનું એ છે કે, ભારત આ વ્યાપાર સમજુતીમાં ટ્રમ્પની શરતો અને જે રીતે અમેરિકી કૃષિ અને ડેરી પ્રોડકટ દેશમાં નહીં પ્રવેશવા દેવા મકકમ હતું તે સંદેશો ર0રપમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પહોંચાડી દેવાયો હતો.
બ્લુબર્ગના રીપોર્ટ મુજબ સપ્ટેમ્બર-2025માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલએ અમેરિકાના વિદેશ મંત્ર માર્ક રૂબીયો સાથેની બેઠકમાં સ્પષ્ટપણે કહી દીધુ હતું કે જો અમેરિકા આ વ્યાપાર કરાર માટે કોઇ દુરાગ્રહ રાખશે અને ભારતને તેની શરતો માન્ય રાખવા દબાણ લાવશે તો પણ ભારત તે સ્વીકારશે નહીં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુદત પૂરી થવાની રાહ જોશે. અમેરિકાએ જે પ0 ટકા ટેરીફ ભારત પર ગત ઓગષ્ટ માસમાં લાદયા હતા તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે વલણ અપનાવ્યું હતું.
અમેરિકી પ્રમુખ અને તેમના સાથીદારો ભલે આ ટ્રેડ ડીલને તેમનો વિજય ગણાવી રહ્યા હોય પણ વાસ્તવિકતા એ છે કે ભારતના મકકમ વલણથી અમેરિકાને પોતાના વલણમાં પીછેહઠ કરવાની ફરજ પડી છે એટલું જ નહીં 50 ટકા ટેરીફના બદલે ચીન અને અન્ય દેશો કરતા ઓછા 18 ટકા ટેરીફથી ભારતને સાથે રાખવા પ્રયત્ન કર્યો છે. બ્લુબર્ગ 2025ના સપ્ટેબર માસમાં રૂબિયો અને ડોભલની મુલાકાત સમયે પણ અહેવાલ આપ્યો હતો કે ભારતે તેનો આકરો સંદેશો અમેરિકાના પ્રમુખને પહોંચાડી દીધો છે.
તે સમયે ટ્રમ્પ તંત્રના અધિકારીઓએ સતત પ0 ટકા ટેરીફના મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતને ટાર્ગેટ કરી રહ્યા હતા અને ભારતે લાંબા સમય સુધી પ0 ટકા ટેરીફ ઘટાડવા મુદે કોઇ ઉતાવળ નથી અને કૃષિ તેમજ ડેરી ક્ષેત્ર માટે જે ફાયર વોલ બનાવી છે તેમાં કોઇ સમજુતી થશે નહીં તે વલણ લીધુ હતું અને અમેરિકા સાથેની દરેક વાટાઘાટ સમયે આ સ્પષ્ટ રાખ્યું હતું.
એટલું જ નહીં પ્રમુખ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું તેમાં પણ સારી રીતે ઇન્કાર કરી દેવાયો હતો અને ડોભલે રૂબિયો કે સ્પષ્ટ કહી દીધુ હતું કે પ્રમુખ ટ્રમ્પ કે તેના સાથીદારો ડરાવી-ધમકાવી શકશે નહીં.
ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે પ્રમુખ ટ્રમ્પે જે ફોન કર્યો હતો તે સમયે પણ ભારતે આ સ્પષ્ટ વલણ લીધુ હતું. એટલું જ નહીં ભારત એ બાબતથી પણ સતત નારાજ હતું કે ઓપરેશન સિંદુરમાં યુધ્ધ વિરામનો ખોટો જશ લેવા પ્રમુખ ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે અને જે રીતે ભારત રશિયન ક્રુડ તેલ ખરીદતુ હતું તેથી અમેરિકાના ટ્રમ્પ તંત્ર દ્વારા રશિયા-યુક્રેન યુધ્ધને મોદીના યુધ્ધ તરીકે ગણાવી રહ્યા હતા.
ભારતે સ્પષ્ટ વલણ લીધુ હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુદત પુરી થાય ત્યાં સુધી તે રાહ જોવા તૈયાર છે અને ભારતનું ટફ વલણ અમેરિકા માટે અને ખાસ કરીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નિર્ણય લેવાનું ફરજીયાત બનાવી લેવાયું હતું.

