Mumbai,તા.6
સની દેઓલ અને વરૂણ ધવન અભિનિત યુદ્ધ આધારિત ફિલ્મ `બોર્ડર 2’એ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી હતી, પરંતુ દસમાં દિવસ બાદ ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
રિપબ્લિક ડેની રજા દરમિયાન ફિલ્મને મોટો ફાયદો મળ્યો હતો, જેને મેકર્સે સારી રીતે કેશ કર્યો. હવે 14મા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી તે પર નજર કરીએ.
`બોર્ડર 2’એ પહેલા જ દિવસે રૂ।.30 કરોડની શાનદાર ઓપનિંગ કરી હતી. રિપબ્લિક ડેની રજાના દિવસે ફિલ્મે રૂ।.59 કરોડની ભારે કમાણી કરી.
હવે સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 14મા દિવસે (બીજો ગુરુવાર) બોક્સ ઓફિસ પર રૂ।.3.35 કરોડની કમાણી કરી હતી. આ સાથે ભારતમાં ફિલ્મની કુલ કમાણી રૂ।.294.25 કરોડ સુધી પહોંચી ગઈ છે.

