New Delhi, તા.18
વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ મંગળવારે એર બસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લી.ના હેલિકોપ્ટર કારખાનાનો આરંભ કર્યો હતો. કર્ણાટકના વેમાગલ સ્થિત આ કારખાનામાં માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડનાર એક માત્ર હેલિકોપ્ટર એચ 125નું આગામી વર્ષે નિર્માણ શરૂ કરવામાં આવશે.
► ઉંચા વિસ્તારમાં પહોંચ વધશે
એચ-125 હેલિકોપ્ટરથી લદાખ, સિયાચીન જેવા ઉંચા વિસ્તારોમાં સેનાની પહોંચ સરળ બનશે. આ પ્રકારે પૂર્વોત્તર અને અન્ય પહાડી રાજ્યોમાં તેનો ઉપયોગ નાગરિક પરિવહન માટે પણ કરવામાં આવશે. તેને દુનિયાના ખૂબ જ સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે.
► બે સંસ્કરણ તૈયાર થશે
કારખાનામાં એચ-125નું સૈન્ય અને અસૈન્ય બન્ને સંસ્કરણ તૈયાર થશે. હેલિકોપ્ટરના નાગરિક સંસ્કરણથી સેનાની ઉંચા વિસ્તારોમાં પહોંચ વધશે. સૈન્ય સંસ્કરણ એચ-125 એમ બહુ ઉદેશીય છે. જવાનોને લઇ જવા, હથિયારો પહોંચાડવા માટે પણ ઉપયોગ થશે.
► નાગરિક સંસ્કરણ પર જોર
ટીએએસએલના એક નિવેદન મુજબ હાલમાં નાગરિક સંસ્કરણનો ઉપયોગ કરવામાં આવશે. બાદમાં જ્યારે સેના કે એરફોર્સ સાથે કોન્ટ્રાક્ટ મળવા પર સૈન્ય સંસ્કરણનું પણ નિર્માણ કરવામાં આવશે.
► 6 યાત્રી સવાર થઇ શકશે
માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડનાર એચ-125 સિંગલ એન્જિનવાળું હળવું હેલિકોપ્ટર છે. તેમાં પાયલોટ ઉપરાંત 6 યાત્રી પણ સવાર થઇ શકે છે.
► એશિયાઇ દેશોમાં નિકાસ પણ થશે
દેશની સૈન્ય અને નાગરિક જરૂરિયાતોની સાથે સાથે આ હેલિકોપ્ટરની એશિયાઇ દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલીવાર ખાનગી ક્ષેત્ર તરફથી હેલિકોપ્ટર નિર્માણનું કારખાનુ સ્થાપિત કરવામાં આવ્યું છે.
ટીએએસએલ સાથે એર બસનું આ બીજું સંયુક્ત સાહસ છે. આ પહેલા સી-295 પરિવહન વિમાનોનું નિર્માણ વડોદરામાં શરૂ કરાયું છે.

