Mumbai, તા.18
ICC Men’s T20 World Cup 2026માં નેપાળે સ્કોટલેન્ડને 7 વિકેટથી હરાવી ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં જીત સાથે અભિયાન પૂર્ણ કર્યું. સ્કોટલેન્ડે પહેલા બેટિંગ કરતાં માઇકલ જોન્સના 71 રનની મદદથી 20 ઓવરમાં 170/7 બનાવ્યા.
જવાબમાં નેપાળે 19.2 ઓવરમાં 171/3 બનાવી મેચ જીતી. દીપેન્દ્ર સિંહ ઐરીએ 23 બોલમાં નોટઆઉટ 50 રન ફટકારી જીત નિશ્ચિત કરી, જ્યારે ગુલશન ઝાએ 24 રનનું યોગદાન આપ્યું.
ગ્રુપ-સીમાં નેપાળ અને સ્કોટલેન્ડ બંને પહેલેથી જ સુપર આઠની રેસમાંથી બહાર હતા. બંને ટીમોએ ચાર મેચમાંથી એક-એક જીત મેળવી બે પોઈન્ટ સાથે અભિયાન પૂર્ણ કર્યું. નેપાળને સતત ત્રણ હાર પછી આ જીતથી સન્માનજનક વિદાય મળી.
સ્કોટલેન્ડ માટે જોન્સે 45 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા. નેપાળ તરફથી સોમપાલ કામીએ 3 અને નંદન યાદવે 2 વિકેટ લઈને મહત્વપૂર્ણ ફાળો આપ્યો.
મુંબઈના વાનખેડે સ્ટુડિયમમાં બહોળી સંખ્યામાં પોતાની રાષ્ટ્રીય ટીમને સપોર્ટ કરવા માટે નેપાળીઓ આવી પહોંચ્યા હતા. આ સાથે નેપાળની ટીમે જીત હાંસલ બાદ ગ્રાઉન્ડનું ચક્કર લગાવ્યું અને સાથે અભિવાદન ઝીલ્યું હતું.

