Varanasi તા.21
હોસ્પિટલોમાં ઝડપથી ફેલાનાર જીવલેણ `એન્ટરોબેકટર’ બેકિટરિયા સામે હવે કોલિસ્ટિન જેવી `છેલ્લી’ દવા પણ અસરહીન સાબીત થઈ રહી છે. આ સ્થિતિ ભવિષ્યમાં દર્દીઓની સારવારમાં મોટો પડકાર બની શકે છે.
આઈએમએસ બીએચયુમાં માઈક્રોબાયોલોજી વિભાગના પ્રો. ગોપાલનાથના સંશોધનમાં આ જાણકારી બહાર આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે આ બેકિટરિયામાં એન્ટી બાયોટિક દવાઓના દર પ્રતિરોધનું સ્તર 7.6 થી વધુ છે એટલે કે દવાઓની અસર ઘટી ગઈ છે.
સંક્રમણનું કારણઃ એન્ટરોબેકટર બેકિટરિયા સામાન્ય રીતે આંતરડામાં રહે છે, પરંતુ જે લોકોની પ્રતિરોધક ક્ષમતા નબળી હોય છે. (જેમકે આઈસીયુમાં ભરતી દર્દી અને સર્જરી બાદના રોગી) તેમનામાં તે ન્યુમોનિયા સેટિસસ અને ઘાવના સંક્રમણનું કારણ બની શકે છે.
એન્ટરોબેકટર બેકિટરિયાના 50થી વધુ નમુનાની તપાસ થઈ. 90 ટકાથી વધુ નમુનામાં મલ્ટી-ડ્રગ રેજિસ્ટેંગ જોવા મળ્યો એટલે કે આ બેકિટરિયા મુખ્ય દવાઓના પ્રતિરોધી થઈ ચૂકયા છે એટલે કે દવાઓની અસર તેમના પર નથી હોતી. તેમના પર સેફિટયાકસોન, સિપ્રોફલોકસાસીન, એમીકાસીન અને પાઈપરાસિલિન-ટેજોબેકટમ જેવી દવાઓની અસર ન જોવા મળી.
ચિંતાજનક બાબતઃ કેટલાક કિસ્સામાં તો છેલ્લા વિકલ્પ તરીકે આપવામાં આવતી કોલિસ્ટિન દવા પ્રત્યે પણ પ્રતિરોધ નોંધાયો હતો. આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ દમાઈક્રોબ (એલજિવિયયર)માં પ્રકાશિત થયું છે.
તેમાં એન્ટી બાયોટિક દવાઓનો જરૂરથી વધુ ઉપયોગ તેનું કારણ માનવામાં આવ્યું છે. તેની સાથે ખોટો ડોઝ, અધુરી સારવાર અને હોસ્પિટલોમાં સંક્રમણ નિયંત્રણના ઉપાયોની કમીના કારણે પણ સમસ્યા વધી રહી છે.
કેટલાક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવેઃવિશેષજ્ઞ મુજબ હોસ્પિટલોમાં એન્ટીબાયોટિક સ્ટેવાર્ડશિપ પ્રોગ્રામને સખ્તાઈથી લાગુ કરવો જરૂરી છે. ડોકટરની સલાહ વિના દવા લેવા પર રોક લગાવવામાં આવે.
સંક્રમણ નિયંત્રણના નિયમોનું પાલન થાય અને નવી દવાઓ અને વૈકલ્પિક ઉપચારો પર સંશોધન વધારવામાં આવે. દર્દીઓને દવાનો કોર્સ પુરો કરવા જાગૃત કરવામાં આવે. સ્વાસ્થ્ય કર્મીઓના હાથોની સફાઈ અને સ્વસ્થતાના નિયમોનું પાલન કરાય.

