Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ગીરના જંગલમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી પૂર્ણ થઈ

    June 10, 2026

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ગીરના જંગલમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી પૂર્ણ થઈ
    • Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ
    • Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા
    • Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ
    • Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા
    • Jamnagarમાં આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ
    • Jamnagarમાં ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેની માતાને ગંભીર ઇજા
    • Jamnagarમાં શિક્ષિકાએ પતિ સહિત પાંચ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આજે જે વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે: નરેન્દ્ર મોદી
    રાષ્ટ્રીય

    આજે જે વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે: નરેન્દ્ર મોદી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 16, 2026Updated:April 17, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે : દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે

    New Delhi, તા.૧૬

    સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજે ગુરુવારથી શરૂ થયું છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ બિલ રજૂ પેશ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે બિલ રજૂ થતાં જ કહ્યું હતું કે, સરકાર સંવિધાનને હાઇજેક કરવા માંગે છે. જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે, જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને આરક્ષણ નહીં આપવામાં આવે, ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. આના પર અમિત શાહે કહ્યું હતું કે, મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ અસંવૈધાનિક છે. અખિલેશ યાદવે કહ્યું કે, આખો દેશ અડધી વસ્તીને આરક્ષણ આપવા માંગે છે. હું જાણવા માંગું છું કે મુસ્લિમ મહિલાઓ માટે શું? આના પર અમિત શાહે જવાબ આપ્યો કે, સમાજવાદી પાર્ટી તેની તમામ ટિકિટ મુસ્લિમ મહિલાને આપી દે, અમને કોઈ જ વાંધો નથી. જે બાદ આ બિલ લોકસભામાં રજૂ કરવા જોઈએ કે નહીં, તેના માટે વોટિંગ કરાવવામાં આવી હતી. જેમાં ૨૦૭ વોટમાં હા લખેલું હતું. એટલે કે બિલ રજૂ કરવાની તરફેણમાં ૨૦૭ વોટ મળ્યા હતા.

    આ બાદ બપોરે ૩ વાગ્યે વડાપ્રધાન મોદીએ લોકસભામાં મહિલા આરક્ષણ પર પોતાની વાત મૂકી. લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન વિષય પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે. દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે. તેમણે કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું છે કે આપણે ભાગ્યશાળી છીએ કે રાષ્ટ્ર નિર્માણ માટે નીતિ નિર્માણ પ્રક્રિયામાં દેશની અડધી વસ્તીને સામેલ કરવાની તક મળી છે. આપણે બધા સાંસદોએ આ તક હાથમાંથી ન જવા દેવી જોઈએ.

    પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ મંથનમાંથી નીકળતું અમૃત માત્ર દેશના રાજકીય પરિદૃશ્યને જ નહીં, પરંતુ દેશની દિશા અને સ્થિતિને પણ આકાર આપશે. તેઓએ કહ્યું કે, ૨૧મી સદીમાં, ભારત નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. આપણે વિશ્વભરમાં ભારતની સ્વીકૃતિ અનુભવી રહ્યા છીએ. આપણા માટે સમય આવી ગયો છે. આ વિકસિત ભારત સાથે જોડાયેલું છે.

    તેમણે કહ્યું કે, મારું માનવું છે કે વિકસિત ભારત ફક્ત રોડ, રેલ કે માળખાગત સુવિધાઓના આંકડાઓ વિશે નથી, પણ દેશની અડધી વસ્તી નીતિનિર્માણમાં ભાગ લે તે વિશે પણ છે. આપણે પહેલાથી જ મોડું થઈ ગયું છે. દરેક વ્યક્તિએ આ સ્વીકારવું જોઈએ. જ્યારે આપણે એકલા મળીએ છીએ, ત્યારે આપણે સંમત થઈએ છીએ કે હા, આ જરૂરી છે. પરંતુ જેઓ ફક્ત રાજકીય દ્રષ્ટિએ વિચારે છે, તેમના માટે હું એક મિત્ર તરીકે એક સલાહ આપવા માંગુ છું, જે મદદરૂપ થશે.

    પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં જ્યારે-જ્યારે મહિલા આરક્ષણને લઈને ચર્ચા થઈ અને ત્યારબાદ જ્યારે-જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે મહિલાઓને મળતા આ અધિકારોનો જેઓએ વિરોધ કર્યો હતો, મહિલાઓએ તેમને માફ કર્યા નથી. એટલે કે મહિલાના અધિકારોનો વિરોધ કરનારને સૌથી ખરાબ પરિણામ ભોગવવા પડ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં આવું બન્યું નહોતું, કારણ કે ત્યારે કોઈએ વિરોધ કર્યો નહોતો અને બિલને સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યું હતું. તે સમયે બધા એકસાથે હતા.

    તેમણે કહ્યું કે, હું કહું છું કે જો આપણે સાથે મળીને ચાલીએ, તો ઇતિહાસ સાક્ષી છે કે આ ફક્ત એક વ્યક્તિની તરફેણમાં નહીં,

    પરંતુ દેશના લોકશાહીની તરફેણમાં આવશે. આપણે બધા તેના હકદાર હોઈશું. તેથી જેમને આમાં રાજકારણની ગંધ આવે છે તેમણે પોતાના પર શું પરિણામ આવશે તેનો વિચાર કરવો જોઈએ. આથી કોઈએ આને રાજકીય રંગ આપવાની કોઈ જરૂર નથી. મહિલા અનામતના સંદર્ભમાં સીમાંકનના મુદ્દાને સંબોધતા પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે આ નિર્ણય લેવાની પ્રક્રિયા કોઈની સાથે ભેદભાવ કરશે નહીં, કે હાલના પ્રમાણસર પ્રતિનિધિત્વમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આપણે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે આપણે કંઈક આપી રહ્યા છીએ, પરંતુ તે તેમનો હક છે, જે વર્ષોથી અટવાયેલો હતો. હવે આ યોગ્ય સમયે છે, તેમને તેમનો હક આપવાનો. આપણે જાણીએ છીએ કે પહેલા આ મામલે કેવી ચાલાકીઓ થઈ. પરંતુ હવે કોઈની હિંમત નથી કે ૩૩ ટકા મહિલા અનામતનો વિરોધ કરી શકે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે આ બાબતમાં પહેલાથી જ વિલંબ કરી દીધો છે – તેની પાછળના કારણો ગમે તે હોય, અથવા તેના માટે કોઈ પણ જવાબદાર હોય – અને આપણે આ વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. હું જાણું છું કે જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ફક્ત એક પક્ષ સિવાય, અમે જે-જે પક્ષોને મળ્યા તેમાંથી કોઈએ પણ સૈદ્ધાંતિક વાંધો ઉઠાવ્યો ન હતો. પછી ભલે ગમે તે બન્યું હોય, હવે અત્યારે રાજકીય માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે.

    પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ કહે છે કેઃ “તમે અમને સફાઈ અને કચરા ઉપાડવા જેવા કામોમાં સામેલ કરો છો, પરંતુ હવે, અમને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરો – અને નિર્ણય લેવાની પ્રક્રિયા વિધાનસભાઓ અને લોકસભામાં થાય છે.” તેથી, રાજકીય જીવનમાં પ્રગતિ કરવા માંગતા લોકોએ સ્વીકારવું જોઈએ કે, છેલ્લા ૨૫થી ૩૦ વર્ષોમાં મહિલાઓ પાયાના સ્તરે નેતાઓ તરીકે ઉભરી આવી છે. તેઓ ફક્ત તે સ્તરે જ નહીં પરંતુ અહીં પણ તમારા નિર્ણયોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે. આજે જે લોકો આનો વિરોધ કરશે, તેમને લાંબા ગાળે ભારે કિંમત ચૂકવવી પડશે.

    Narendra Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓએ PM Modiને અભિનંદન પાઠવ્યા

    June 10, 2026
    રાષ્ટ્રીય

    ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

    June 10, 2026
    રાષ્ટ્રીય

    બંગાળ પછી, કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah હવે મિશન પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે

    June 10, 2026
    રાષ્ટ્રીય

    PM Modi ૧૩ થી ૧૮ જૂન, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે રહેશે

    June 10, 2026
    અન્ય રાજ્યો

    Kanpurથી યુકે સુધી નકલી ડિગ્રી અને માર્કશીટ રેકેટ, માસ્ટરમાઇન્ડ ઝિયાઉલ હસન સહિત ૧૦ લોકોની ધરપકડ

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    પંડિત નેહરુએ આ દેશને વિકસાવવા માટે કામ કર્યું, જે આજે આખો દેશ જોઈ રહ્યો છે,Sanjay Raut

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: ગીરના જંગલમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી પૂર્ણ થઈ

    June 10, 2026

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026

    Rajkot પ્રેમ સંબંધના કારણે ભટકેલી ૧૬ વર્ષની સગીરાનું ૧૮૧ અભયમ ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ

    June 10, 2026

    Manavadarમાં ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા

    June 10, 2026

    Jamnagarમાં આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ગીરના જંગલમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી પૂર્ણ થઈ

    June 10, 2026

    Amreli જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ વેરીફિકેશન ડ્રાઇવ,૧૫ ખાતાધારક વિરુધ્ધ ગુન્હો દાખલ

    June 10, 2026

    Vadiya મામલતદારની ખનીજ માફિયાઓ સામે લાલ આંખઃ બે ડમ્પર ઝડપ્યા

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.