New Delhi તા.21
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જ ભારતે 18% ટેરિફ ભરવા જ પડશે તેવા કરેલા વિધાનો પર આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાને દેશના હિતો સાથે સમાધાન કર્યુ છે.
ટ્રમ્પ ખુદ કહે છે કે અમેરિકા કોઈ ટેરિફ નહી ભરે જેથી મોદીનું વલણ ખુલ્લુ પડી ગયુ છે અને તેણે દેશ સાથે દગાખોરી કરી છે તે દર્શાવે છે. તેઓ ટ્રમ્પ સાથે વાટાઘાટ નહી કરી શકે પરંતુ ફરી એક વખત શરણે થઈ જશે. ટ્રમ્પે ગઈકાલે જ પોતાના વિધાનમાં કહ્યું હતું કે મોદી મહાન વ્યક્તિ છે પણ ભારતે ટેરિફ ભરવા જ પડશે.

