Tokyo,તા.26
હાલ જાપાનની મુલાકાતે રહેલા ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે અત્યાર સુધીની સૌથી ઝડપી મનાતી મેગ્લેવ ટ્રેનમાં સફરનો આનંદ માણ્યો હતો. આ ટ્રેનની ઝડપ મહતમ 500 કીમી પ્રતિ કલાકની રહી છે અને 603 કીમી સુધી પણ દોડી શકે છે.
તેઓએ જાપાનના શહેર યામાનાથી આ હાઈ સ્પીડ ટ્રેનમાં સફર કરી હતી. સીનીયર મેગ્વેલ ટ્રેન તરીકે ઓળખાતી આ ટ્રેન ચુંબકીય બળ પર ચાલે છે એટલે કે તે ટ્રેકથી ઉપર હવામાં હોય છે પણ ભારે ચુંબકીય તેને ટ્રેક પર જ ઉડતી રાખે છે.

