New Delhi તા.26
કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી પુરા દેશમાં 20 ટકા એથેનોલ મિશ્રણવાળુ પેટ્રોલ (ઇ-20)નું વેચાણ ફરજિયાત કરી દીધું છે. તેનું ન્યૂનતમ રિસર્ચ ઓકટેન નંબર (રોન 95) હોવું જરૂરી છે.
પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર દેશના મોટાભાગના રાજ્યોમાં અગાઉથી જ ઇ-20 પેટ્રોલનું વેચાણ થઇ રહ્યું છે. સાથે સાથે 2023-25 બાદ ભારતમાં નિર્મિત મોટાભાગના વાહનોને ઇ-20 પર ચાલવા માટે ડિઝીઇન કરાયા છે.
આ સ્થિતિમાં તેને લાગુ કરવામાં કોઇ મુશ્કેલી નહીં આવે. જો કે, જુના વાહનોમાં માઇલેજની સમસ્યા આવી શકે છે. મંત્રાલયે ઇ-20 મિશ્રિત 95 રિસર્ચ ઓકટેન નંબર (રોન) વાળુ પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરીને ગાડીઓના એન્જિનના જીવનકાળને યથાવત રાખવાનો પ્રયાસ કર્યો છે.
શું છે રોન
રિસર્ચ ઓકટેન નંબર પેટ્રોલની ગુણવત્તા અને તેના નોકીંગ (સમય પહેલા પ્રજવલન) પ્રતિ પ્રતિરોધ ક્ષમતાને માપવાનું પ્રમાણ છે. એ બતાવે છે કે એન્જિન ઓછી ગતિ અને સામાન્ય તાપમાન પર એન્જિન કેવો દેખાવ કરશે. ઉચ્ચ રોનનો મતલબ બહેતર પફોર્મન્સ હોય છે. સામાન્ય રીતે પેટ્રોલનું રોન 91-98 વચ્ચે રેટીંગનું હોય છે.
રિસર્ચ ઓકટેન નંબર 95
આરઓએમ એટલે કે રિસર્ચ ઓકટેન નંબર ઇંધણ એન્જિનના અવાજનો ગડગડાટ રોકવામાં ક્ષમતા બતાવે છે. ઓછા રેટીંગવાળુ ઓકટેન ઇંધણનો ઉપયોગ થાય તો એન્જિનમાં અવાજ આવી શકે છે.
પર્યાવરણની દ્રષ્ટિએ લાભ
આનાથી પર્યાવરણને ફાયદો થશે. જ્યારે ઇંધણ વધુ નિયંત્રિત રીતે દહન પામે છે તો કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં મદદ મળે છે.

