Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    • Dhandhuka: ધર્મેશ ગમારા હત્યાના બે આરોપી રીમાન્ડ મંજૂર
    • US Central Command અરબી સમુદ્રમાં ઈરાની કાર્ગો જહાજ કબજે કર્યાનો વીડિયો જાહેર કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ranji Champion – જમ્મુ કાશ્મીર : કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી
    ખેલ જગત

    Ranji Champion – જમ્મુ કાશ્મીર : કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 2, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.02

    28 ફેબ્રુઆરી-2026ના બપોરે 2-10 મીનીટે ભારતીય ડોમેસ્ટીક ક્રિકેટની પ્રીમીયમ સીનીયર ટુર્નામેન્ટ `રણજી ટ્રોફી’માં ઇતિહાસ રચાઇ ગયો. 1934-35થી શરૂ થયેલી આ જાજરમાન ટુર્નામેન્ટમાં જમ્મુ-કાશ્મીરની ટીમ છેક 2025-26માં સર્વપ્રથમ વખત ચેમ્પીયન બની, જે દરેક ક્રિકેટપ્રેમી જનતા અને બધા જ ક્રિકેટર્સ માટે સુખદ અનુભૂતિનો પ્રસંગ છે.

    જે રાજ્યના ક્રિકેટના માળખામાં ભારોભાર કરપ્શન ભરેલું પડ્યું હતું. જ્યાંના ક્રિકેટ ખેલાડીને પુરૂ વર્ષ રમવા છતાં મહેનતાણાના પૈસા પણ મળતા ન હતા, જે રાજ્યમાં ક્રિકેટ ફેસીલીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે મોટું શૂન્ય હતું ત્યાં ક્રિકેટનો સોનેરી સૂરજ ઉગ્યો છે.

    એનો જશ ઘણા લોકો-ખેલાડીઓ – કોચ-સીલેક્ટર્સ વગેરેને તો જાય છે પણ BCCIને પણ એટલો જ જાય છે. સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેર નિયુક્ત કરી ક્રિકેટની રમતને જમ્મુ-કાશ્મીરમાં રેગ્યુલેટ કરવાનું મહત્વપૂર્ણ કદમ ઉઠાવી, કરપ્શન નિર્મૂળ કરી ક્રિકેટ અને ક્રિકેટર્સને પ્રાથમિકતા આપી અને પરિણામ આપણા સહુની સમક્ષ છે.પણ આ આખી વાત જ કોઇ પરીકથા જેવી રોચક છે. આ ચેમ્પીયન ટીમના એક-એક પાત્રની વાર્તા કોઇ અજાયબીથી કમ નથી. આ આખી એવી ઘટના છે જે સામાન્ય માણસને અને આખી સીસ્ટમમાં છેવાડાના વ્યક્તિને પણ સ્વપ્ન જોવા મજબુર કરે તેમ છે.

    કોઇપણ સધીયારા વગર સંઘર્ષ કરતા દરેક જણને પ્રેરણા આપી શકે એવી આ આખી વાત છે. હા, આ જીવતી વાર્તામાં ક્યાંય શોર્ટક્ટ નથી, પરંતુ પારાવાર મહેનત-જીજીવિષા, કંઇક કરી બતાવવાનું જનૂન અને સંઘભાવનાના ઉત્કૃષ્ટ જીવતા-જાગતા/હરતા-ફરતા ઉદાહરણ છે. ચાલો થોડા જોઇએ.(1) 1990ના દશકામાં ભારતીય ટીમ માટે રમેલ ખેલાડી અજય શર્માનું નામ બહુ ઓછા લોકોને યાદ હશે. કોમેસ્ટીક ક્રિકેટના જાયન્ટ ખેલાડી (38 ફર્સ્ટ ક્લાસ સદી અને 10,000 ઉપરાંત રન) દિલ્હી માટે એક કેપ્ટન અને ખેલાડી તરીકે રણજી ટ્રોફી જીતી ચૂક્યા છે. મેચ ફીક્સીંગના આરોપ વચ્ચે બદનામી સાથે ક્રિકેટમાંથી પ્રતિબંધીત થયેલ અજય શર્મા 14-15 વર્ષ કોર્ટની લડાઇ પછી નિર્દોષ પુરવાર થયા છે.

    3કોઇ વેર હાઉસમાં મેનેજરની નોકરી સાથે થોડુ-થોડુ કોચીંગ કરતા અજય શર્માને દિલ્હીમાં બહુ તક મળી નહીં. હાલના BCCI પ્રેસીડેન્ટ મીથુન મીન્હાસ જેઓ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ મેનેજ કરતા હતા. તેમણે અજય શર્માને જમ્મુ-કાશ્મીર ટીમના કોચ બનવા ઓફર કરી. થોડી આનાકાની પછી કામ સ્વીકાર્યું અને શરૂ થઇ સંઘર્ષ યાત્રા. એક જ વર્ષમાં ટીમના બધા ખેલાડીઓએ લેખીતમાં કોચ અજય શર્માને હટાવવા માંગ કરી.આપખુદી વલણ અને ડીકટેટરશીપ કામ ન આવી. કામ કરવાની રીત, બદલી, ખેલાડીઓ સાથે વાતચીત કરવાની રીત બદલી, તેમની સાથેનો વ્યવહાર સુમેળભર્યો, જાણે સંતાન હોય એવો કર્યો અને બાજી પલટાઇ ગઇ. ટીમે રીસ્પોન્ડ કર્યો અને એવો કર્યો કે 15-20 વર્ષથી અજ્ઞાતવાસમાં ખોવાયેલા એક ગૂમનામ ક્રિકેટરને સફળ કોચનો તાજ પહેરાવી દીધો. લાગે છે ને કોઇ ફિલ્મી સ્ટોરી? કોક દિ ફિલ્મ પણ બનશે.

    (2) 25 વર્ષથી રણજી ટ્રોફી રમી રહેલા ખેલાડી પારસ ડોગરા આ ચેમ્પીયન ટીમના કેપ્ટન છે. તેમના નામે પણ 10,000 ઉપરાંત ફર્સ્ટક્લાસ રન અને 34 સેન્ચુરી નોંધાયેલી છે. હિમાચલ પ્રદેશ માટે કારકિર્દીનું મોટા ભાગનું ક્રિકેટ રમનાર પારસ ડોગરા એક મેન્ટલી ટફ, ટેકનીક્લી સોલીડ મીડલ ઓર્ડર બેટસમેન રહ્યા છે. 41 વર્ષની ઉંમરે રણજી ટ્રોફી જીતાડનાર આ કેપ્ટનની ફર્સ્ટક્લાસ ક્રિકેટની બેટીંગ એવરેજ જ 50 રનની છે જે આ ખેલાડીની ઉચ્ચ ગુણવત્તા પુરવાર કરે છે.152 રણજી મેચ રમેલ આ ખેલાડીએ આટલા વર્ષ ફીટનેસ જાળવી રાખવા કેવી અને કેટલી મહેનત કરી હશે એ એક રીસર્ચનો વિષય છે. IPLમાં થોડી તક મળી અને સાધારણ પ્રદર્શન કર્યા પરંતુ આધુનિક T-20 ની ઝાકમજોળથી દૂર સખ્ત પરીશ્રમ અને માનસિક બોજ ધરાવતા રણજી ટ્રોફી ક્રિકેટમાં આ ખેલાડી એ જે સિધ્ધી હાંસલ કરી છે તે બેજોડ છે બેનમૂન છે.

    જમ્મુ-કાશ્મીરના કેટલાય બાળકો અને યુવાનોને બેટ-બોલ પકડી સ્વપ્ન-સિધ્ધીનો માર્ગ ચીંધ્યો છે. ભારતીય ક્રિકેટનું આ સદ્નસીબ છે કે આવા અસાધારણ વ્યક્તિત્વ મલ્ટી કે ક્રિકેટ પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રાખી રમતની મહત્તા જાળવી રહ્યા છે. 25 ઉપરાંત વર્ષની પ્રખર તપસ્યા પછીની પારસ ડોગરાની રણજી ટ્રોફી ઉંચકવાની કહાની પ્રચંડ પુરૂષાર્થને ચરીતાર્થ કરી સિધ્ધ થવાની કથા છે.

    (3) બારમુલ્લાના કરફ્યુગ્રસ્ત વિસ્તારમાંથી દરરોજના 60 કિલોમીટર પ્રવાસ કરવો પડતો ફક્ત પ્રેક્ટીસ કરવા માટે, કોઇપણ જાતના પ્રાથમિક કોચીંગ વગર ફક્ત મહાન બોલર્સના વિડીયો જોઇને ફાસ્ટ બોલીંગ શીખેલા આકીબ નબીની આ જીવની તો હૃદય ભીંજવી જતી વાત છે. બહુ ઓછા લોકો જાણતા હશે પણ ઇરફાન પઠાણે જમ્મુ-કાશ્મીર ક્રિકેટની પ્રતિભા ઓળખવાનું અને પાંગરવાનું પાયા ક્ષેત્રે કામ કરેલું છે અને આકીબ નબી પણ તેમણે ઓળખેલી જ ટેલેન્ટ છે.

    રણજી ટ્રોફીની છેલ્લી બે સીઝનમાં સો ઉપરાંત વિકેટ ઝડપનાર આકીબ નબી એક સમર્થ લોઅર ઓર્ડર બેટ્સમેન પણ છે. ડોમેસ્ટીક ક્રિકેટની બધી જ સબળ ટીમના શ્રેષ્ઠ બેટસમેનોની વિકેટ લેનાર આકીબ નબીને ભારતીય ટેસ્ટમેચ ટીમનો કોલ ગમે તે ઘડી એ આવી શકે એમ છે.પરવેઝ રસુલ (કે જે પ્રથમ જમ્મુ-કાશ્મીરના ખેલાડી ભારતીય ટીમ માટે પસંદગી પામ્યા હતા) જો આવું કરી શકે તો હું કેમ નહીં ? એવી સાદી સમજથી ક્રિકેટ પાછળ લાગી પડેલા આકીબ નબીનું આ સ્વપ્ન આશા રાખીયે કે જલ્દી પુરૂ થાય. મિત્ર પાસેથી ઉધાર લાવેલા `સ્પાઇક શુઝ’ (બોલીંગ માટે વપરાતા ખીલાવાળા શુઝ)થી ટ્રાયલ્સમાં ભાગ લેનાર આકીબ નબી જે પ્રદેશ અને વિસ્તારમાંથી આવે છે.

    તેમના માટે આવું સ્વપ્ન સિધ્ધ થવું એ ચમત્કારથી ઓછું નથી. `મેં મહેનત કર સકતા હું, બાકી અલ્લાહ દેખ લેંગે’ જેવી ઉદ્ાત ભાવનાથી રમતા આ મહેનતી ક્રિકેટરે એક આખા જનરેશનને પોતાના પર વિશ્વાસ રાખી, ધૈર્ય સાથે અડીખમ રહી કામ કરતા રહેવાની પ્રેરણા આપી છે. કાબેલીયત અને પરીશ્રમ કોઇના બાપની જાગીર નથી – વાહ જમ્મુ-કાશ્મીર!! જેને કંઇક કરી બતાવવું હોય છે એ ફરિયાદ નથી કરતાં.અને છેલ્લે એક એવી વાત જે લગભગ કોઇ નહીં જાણતા હોય. શૂભમ ખજુરીયા નામના સફળ ઓપનીંગ બેટસમેન ફાઇનલ મેચના આગલા દિવસે હુબલી (ફાઇનલ મેચનું સ્થળ)માં ઇજાગ્રસ્ત/બીમાર થઇ ગયા. તેમના રીપ્લેસમેન્ટ માટે છેક જમ્મુ-કાશ્મીરથી કામરાન ઇકબાલને બોલાવવામાં આવ્યા. શ્રીનગરથી મુંબઇ સાંજે ફ્લાઇટ અને એ પછી રાત્રે 4 કલાક મુંબઇ એરપોર્ટ પર વિતાવી.

    વહેલી સવારે મુંબઇથી હુબલીની ફ્લાઇટ પકડી સવારે 7-00 વાગે હોટલ પહોંચ્યા. સાડા નવ વાગે હાથમાં બેટ લઇને ઓપનીંગ બેટીંગ કરવા ઉતર્યા. પ્રથમ ઇનીંગમાં તો જો કે કઇ વિશેષ પ્રદર્શન ન કરી શક્યા પણ બીજી ઇનીંગમાં (લીડ મળી ગયા પછી) મેચને સલામત રીતે ડ્રોમાં ખેંચી જવાની હતી. ત્યારે 160 રનની અણનમ ઇનીંગ રમીને ચેમ્પીયનશીપ કામરાન ઇકબાલે સુનિશ્ચીત કરી.ફક્ત 24 વર્ષીય યુવા ક્રિકેટર કામરાન ઇકબાલનું પ્રદર્શન એ પણ સાબીત કરે છે કે આ ટીમની બેંચ સ્ટ્રેન્થ કેટલી મજબૂત છે. જમ્મુ-કાશ્મીર ટીમના આ વિજયરથને સાકાર કરનાર તમામ ખેલાડી, કોચ, ટ્રેનર, સીલેક્ટર્સ અને એડમીનીસ્ટ્રેટરને અભિનંદન અને `આમ આદમી’ને સ્વપ્ન જોવાનું ફરી શીખવવા બદલ `દીલ સે થેંક્યું’.

    Jammu and Kashmir Ranji Champion
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    KKR સામે હાર્યા બાદ Riyan Parag ગુસ્સે ,આ અમારી મેચ હતી, અમે આ રીતે કેચ છોડી શકતા ન હતા

    April 20, 2026
    ખેલ જગત

    Orange Cap માટેનો જંગ રસપ્રદ બન્યો છે, જેમાં ટોચના પાંચમાં ચાર ભારતીય બેટ્‌સમેન

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર

    April 20, 2026
    ખેલ જગત

    સાતમા મેચમાં Kolkata ની પ્રથમ જીત : રિંકુ – અનુકુલે વિજય અપાવ્યો

    April 20, 2026
    ખેલ જગત

    Indian T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સાળંગપુર હનુમાનજીના ચરણે વર્લ્ડ કપ ટ્રોફી ધરી

    April 20, 2026
    ખેલ જગત

    Jofra Archer પ્રથમ દડે વિકેટ ઝડપીને શમીના રેકોર્ડની બરાબરી કરી

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026

    21 એપ્રિલનું પંચાંગ

    April 20, 2026

    21 એપ્રિલનું રાશિફળ

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.