Washington, તા.9
ઈરાન પરના અમેરિકાના હુમલા પાછળ આ દેશનો ક્રુડતેલ ભંડાર અમેરિકાની નજરમાં હોવાની ચર્ચા છે અને અણુશો વગેરે પણ બહાનુ છે તે વચ્ચે હાલમાં જ જે રીતે વેનેઝુએલા પર અમેરિકાએ ઓપરેશન કરીને આ દેશના રાષ્ટ્રવડાની ધરપકડ કરી હવે સરકાર પર અંકુશ જમાવ્યો છે તેમાં વેનેઝુએલાનું 100 મિલિયન ડોલરનું સોનુ હવે અમેરિકા ખસેડવાની તૈયારીમાં છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશનો ગોલ્ડન યુગ શરુ કરવાની ખાત્રી આપી છે અને આંતરિક બાબતોના મંત્રીએ જાહેરાત કરી છે કે અમેરિકાએ વેનેઝુએલાનું 100 બિલિયન ડોલરનુ સોનુ દેશમાં ખસેડયુ છે.
તેમણે જણાવ્યું કે, આ સોનુ એ ઔદ્યોગીક પ્રોસેસ અને કોમર્શીયલ ઉપયોગમાં લેવાશે. વેનેઝુએલા પાસે અંદાજે 500 બિલિયન ડોલરનુ સોનુ હોવાનો અંદાજ છે અને તેમાં અત્યંત રેર અર્થ મિનરલ પર પણ અમેરિકાની નજર છે.
આ ઉપરાંત વેનેઝુએલાની અન્ય ધાતુઓને પણ અમેરિકા હસ્તગત કરશે. આ દેશના તમામ ક્રુડ ઓઈલ ઉત્પાદન કરતા કુવાઓ પર અમેરિકી કંપનીઓનો અંકુશ સ્થાપી દેવાની તૈયારીમાં છે અને તે ક્રુડતેલ અમેરિકા જ વેચશે અને તેમાંથી મોટી મલાઈ તારવી લેશે.

