Morbi, તા.19
મોરબી કંડલા હાઇવે રોડ પર આવેલ હરીપર ગામના પાટીયા પાસે હિરવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામેથી આધેડ પોતાનું ટ્રક ટ્રેલર લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી ટ્રક ટ્રેલર અથડાતા ટ્રેલરના ચાલકનું ગંભીર ઇજાથી મોત નિપજ્યું હતું.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં કચ્છના ગાંધીધામ ખાતે જે.આર. રોડલાઇન્સ ખાતે રહેતા જગવીરસિંહ બીરબહાદુર (57)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 એવાય 4494 ના ચાલક શિવાજી ઘોડીરામ માને (48) રહે. કોહિનૂર હોટલ પાસે બાવળિયા વાળી રાજુલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે .
જેમાં તેને જણાવ્યુ છે કે, કંડલા મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે હિરવા કોર્પોરેશન નામના મીઠાના કારખાના સામેથી ફરિયાદી પોતાનો ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 6987 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આરોપી તેનું ટ્રક ટ્રેલર લઈને આવતો હતો અને ફરિયાદીના ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં આરોપીએ તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેને ગંભીર ઇજા થઇ હતી જેથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

