Morbi તા 2
વાંકાનેરના વિનયગઢ ગામે રહેતો યુવાન પોતાની વાડી હતો ત્યારે કોઈપણ કારણોસર ઝેરી દવા લેતા સારવારમાં તે યુવાનનું મોત નીપજયું હતું. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા વજુ રણછોડભાઈ રાઠોડનો 18 વર્ષનો દીકરો દેવરાજભાઈ વજુભાઈ રાઠોડ વાડીએ હતો ત્યારે તેણે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.
જેથી પ્રથમ વાંકાનેર બાદ તેને બોટાદ અને રાજકોટ સુધી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આધેડ સારવારમાં
માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા પાલાભાઈ કાથડભાઇ રબારી (54) નામના આધેડ ઘરે હતા ત્યારે ગાય ભડકતા તેઓને પાડી દીધા હતા જેથી તેઓને ઇજા થઈ હતી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા
અકસ્માતમાં ઇજા
મોરબીના સોખડા ગામે રહેતા કરણભાઈ રમેશભાઈ થરેસા (24) વિરેન્દ્રગઢ તરફ જતો હતો ત્યારે તેના બાઈકની આડે આખલો આવવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.

