Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»યુદ્ધની સ્થિતિ વચ્ચે Chinaમાં કેમ નથી ઓઈલ સંકટ? વર્ષોના પ્લાનિંગનું હવે મળી રહ્યું છે ફળ
    આંતરરાષ્ટ્રીય

    યુદ્ધની સ્થિતિ વચ્ચે Chinaમાં કેમ નથી ઓઈલ સંકટ? વર્ષોના પ્લાનિંગનું હવે મળી રહ્યું છે ફળ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 25, 2026Updated:March 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    China,તા.25

    મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સંભવિત નાકેબંધીએ વિશ્વભરમાં તેલ સંકટનો ફફડાટ ફેલાવ્યો છે. આ સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની ઉર્જા સુરક્ષા માટે એક નવો અને સુરક્ષિત બેકડોર શોધી કાઢ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન હવે મ્યાનમારના રસ્તે હિંદ મહાસાગરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. જેથી ભવિષ્યમાં કોઈપણ દરિયાઈ અવરોધથી બચી શકાય.

    ચીનનો 80% કાચો તેલ પુરવઠો હિંદ મહાસાગરના માર્ગે આવે છે. ચીનને હંમેશા ડર રહ્યો છે કે અમેરિકા અને ભારત મલક્કાની ખાડી બંધ કરી શકે છે. જેને મલક્કા ડિલેમા તરીકે ઓળખવામાં આવે છે. આ જોખમને ટાળવા માટે ચીન-મ્યાનમાર આર્થિક કોરિડોર હવે ચીન માટે જીવનરેખા સમાન બની ગયો છે.

    ચીને મ્યાનમારના ક્યાયુકફ્યુ બંદરથી ચીનના કુનમિંગ શહેર સુધી વિશાળ પાઈપલાઈન બિછાવી છે. આ પાઈપલાઈન દ્વારા વાર્ષિક 2.2 કરોડ ટન તેલ સીધું ચીન પહોંચે છે. ખાડી દેશોના ટેન્કરો મ્યાનમારના તટ પર તેલ ઉતારે છે, જે પાઈપલાઈન વાટે ચીન જાય છે. તેલની સાથે જ વાર્ષિક 12 અબજ ક્યુબિક મીટર ગેસ સપ્લાય કરવાની ક્ષમતા ધરાવતી ગેસ પાઈપલાઈન પણ કાર્યરત છે.

    ચીન હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારવા માટે String of Pearls ની નીતિ પર કામ કરી રહ્યું છે. ચીને અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરીને ભારતનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટન દ્વારા ચાગોસ ટાપુ મોરેશિયસને સોંપવાના નિર્ણય પર ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાને ડર છે કે, મોરેશિયસમાં ચીની રોકાણ વધવાથી ડિયેગો ગાર્સિયા સ્થિત અમેરિકી સૈન્ય બેઝની જાસૂસી થઈ શકે છે.

    ચીનની આ ચાલ સામે ભારતે પણ કમર કસી છે. ભારતે ગ્રેટ નિકોબાર ટાપુ પર નવો એરપોર્ટ અને મિલિટ્રી બેઝ બનાવીને ચીન માટે મલક્કા ખાડી પાસે એક નેચરલ બેરિયર તૈયાર કર્યું છે. આ બેઝ બંગાળની ખાડીમાં ચીની જહાજોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે.મ્યાનમાર અત્યારે ચીન માટે હિંદ મહાસાગરમાં ઉતરવાનો સૌથી સુરક્ષિત રસ્તો છે. મ્યાનમારના આંતરિક સંઘર્ષોમાં મધ્યસ્થી બનીને ચીન પોતાના CMEC પ્રોજેક્ટ્સને સુરક્ષિત રાખવા માંગે છે. બીજી તરફ, અમેરિકામાં પણ ચર્ચા ચાલી રહી છે કે મ્યાનમાર પરના કડક પ્રતિબંધો તેને સંપૂર્ણપણે ચીનના શરણે ધકેલી રહ્યા છે.

    CHINA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.