Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી

    September 18, 2025

    Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,

    September 18, 2025

    સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી
    • Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,
    • સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો
    • Asia Cup : ગ્રુપ બીમાં રસપ્રદ સમીકરણો : અફઘાન માટે નિર્ણાયક મેચ
    • પાક.નું નાટક – ધમકી ન ચાલ્યા : ICC એ બંને વાંધા ફગાવ્યા
    • Asia Cup 2025 : UAEને હરાવી પાક. સુપર-4 માં : હવે ફરી ભારત સાથે ટક્કર થશે
    • Aneet Padda ની નવી ફિલ્મ ફાતિમા અને અર્જુન માથુર સાથે
    • Arshad Warsi, તુષાર કપૂર અને નરગિસ ફાખરી પણ મસ્તી ફોરમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ડિપોઝિટ ઉપાડી લો નહીંતર વ્યાજ તો નહીં મળે…’ National Saving Scheme અંગે મોટા સમાચાર
    વ્યાપાર

    ડિપોઝિટ ઉપાડી લો નહીંતર વ્યાજ તો નહીં મળે…’ National Saving Scheme અંગે મોટા સમાચાર

    Vikram RavalBy Vikram RavalOctober 3, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,03

    આજથી 37 વર્ષ પહેલા થાપણદારો અને તેમની ભાવિ પેઢીની નાણાંકીય સલામતીને ઘ્યાનમાં રાખીને નેશનલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરનારાઓને તેમના તમામ નાણાં 30મી સપ્ટેમ્બર 2024 પછી ઉપાડી લેવાની સૂચના આપવામાં આવી છે. આ રકમનો ઉપાડ કરવામાં ન આવે તો તેમને તેના પર મળવાપાત્ર વ્યાજ આપવાનું બંધ કરી દેવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. એનએસએસમાં રોકાણ કરનારા દરેક કરદાતાઓને તેમના કે.વાય.સી. અપડેટ કરવાની નોટિસ આપવામાં આવી છે. જોકે આ યોજના 2002ના વર્ષથી બંધ કરાયેલી છે.

    પોસ્ટ ઓફિસમાં જઈને કે.વાય.સી. અપડેટ કરી લીધા પછી તેમને મૌખિક સૂચના આપવામાં આવે છે કે તેઓ તેમની થાપણો 30મી સપ્ટેમ્બર પછી નહિ ઉપાડી લે તો તેમને 30મી સપ્ટેમ્બર પછીનું વ્યાજ આપવામાં આવશે જ નહિ. 1987માં શરૂ કરવામાં આવેલી યોજના 1992માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 1992માં નવેસરથી શરૂ કરવામાં આવેલી એનએસએસન યોજના 2002માં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તેના પર વ્યાજ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. તેથી કેટલાક કરદાતાઓએ આ યોજનાના રોકાણ ઉપાડી લઈ ખાતાઓ બંધ કરાવીને જે તે વર્ષની આવકમાં બતાવી દઈને ટેક્સ જમા કરાવી દીધા હતો. જોકે કેટલાક ડિપોઝિટર્સે તેમના નાણાં પૂર્વવત પડ્યા રહેવા દીધા હતા. આ ખાતાઓ આજેય ચાલુ જ છે.

    નેશનલ સેવિંગ સ્કીમ કરદાતાના વરસે દહાડે રૂ. 40,000ની આસપાસ રોકવાની છૂટ આપવામાં આવી હતી. તેમાં રોકવામાં આવેલી રકમ આવકવેરા ધારાની કલમ 80 હેઠળ રોકાણ કરનારની આવકમાંથી બાદ આપવામાં આવે છે. રોકાણ કર્યા પછીના વર્ષોમાં કરદાતાઓને તેમની થાપણો અને તેના પર મેળવેલા વ્યાજની રકમ ઉપાડવાની છૂટ મળેલી છે. તેમાં ચાર વર્ષનો લૉક ઇન પિરિયડ હતો. એનએસએસ ચાલુ કરવામાં આવે ત્યારે તેના પર 11 ટકા જેટલું વ્યાજ આપવામાં આવતું હતું. સમય જતાં તેના પરનું વ્યાજ ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવ્યું હતું. બારમી જુલાઈ 2024થી તેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

    નિયમ મુજબ એનએસએસમાં કરેલા રોકાણની રકમ જે વર્ષે ઉપાડવામાં આવે તે વર્ષે ટેક્સેબલ બની જાય છે. કરદાતા તે રકમનો ઉપાડ ન કરે તો તેના ખાતામાં વ્યાજ પેટે જમા થતી રકમ પર કોઈ જ આવકવેરો લાગતો નથી. આ રકમનો જો તેના વારસદારો ઉપાડ કરે તો તેવા સંજોગોમાં ઉપાડની સંપૂર્ણ રકમ ટેક્સફ્રી ગણાતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણ કરનારના વારસદાર તેના મૃત્યુ પછી તે રકમનો ઉપાડ કરે તો તેના પર ટેક્સ લાગતો નથી. આ જ ગણતરી સાથે સંખ્યાબંધ ખાતેદારોએ તેમના ખાતા ચાલુ રાખ્યા હતા. બારમી જુલાઈ 2024થી તેમાં ખાસ્સા ફેરફાર કરવામાં આવ્યા છે.

    આ ફેરફાર મુજબ એનએસએસની પહેલી 1987ની યોજના હેઠળ પહેલું ખાતું ખોલાવનારાઓને સ્કીમના પ્રવર્તમાન દરથી વ્યાજ આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદના એકાઉન્ટમાં પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના છ ટકાના વ્યાજ વત્તા 200 બેઝિસ પોઈન્ટ ખાતામાં પડેલી સિલક પર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા જુલાઈ 2024થી 30મી સપ્ટેમ્બર 2024ના ગાળા માટે જ લાગુ કરવામાં આવી હતી.

    ત્રીજા એકાઉન્ટ કે અન્ય કોઈ એકાઉન્ટમાં વ્યાજ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્રીજા કે અન્ય કોઈ ઇરેગ્યુલર એકાઉન્ટ પર કોઈ જ વ્યાજ ન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રોકાણકારોને તેમની મુદ્દલ જ પાછી આપવામાં આવશે. પહેલી ઓક્ટોબર 2024થી એનએસએસના તમામ એકાઉન્ટ પર કોઈ જ વ્યાજ આપવામાં આવશે નહિ. તેથી તે ખાતાઓ ચાલુ રાખવા અર્થહીન બની જશે. સરકારના આ નિર્ણયથી ખાતેદારો ગિન્નાયા છે.

    interest KYC-Update National-Saving-Scheme Post-Office
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ઘટેલા GSTના ભાવ પેકીંગ પર જોવા નહી મળે!

    September 18, 2025
    વ્યાપાર

    Commodity વેપારમાં વિદેશી રોકાણકારોને મંજૂરી અપાશે

    September 18, 2025
    વ્યાપાર

    Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર

    September 18, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 17, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 17, 2025
    વ્યાપાર

    આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડનો IPO 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી

    September 18, 2025

    Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,

    September 18, 2025

    સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો

    September 18, 2025

    Asia Cup : ગ્રુપ બીમાં રસપ્રદ સમીકરણો : અફઘાન માટે નિર્ણાયક મેચ

    September 18, 2025

    પાક.નું નાટક – ધમકી ન ચાલ્યા : ICC એ બંને વાંધા ફગાવ્યા

    September 18, 2025

    Asia Cup 2025 : UAEને હરાવી પાક. સુપર-4 માં : હવે ફરી ભારત સાથે ટક્કર થશે

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી

    September 18, 2025

    Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,

    September 18, 2025

    સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.