Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે
    • Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી
    • 26 એપ્રિલનું રાશિફળ
    • 26 એપ્રિલનું પંચાંગ
    • Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત
    • છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court
    • ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા
    • અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય
    મુખ્ય સમાચાર

    IND vs SA: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.26

    ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું.  જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી  જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે શ્રેણી પણ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ કરવામાં દ.આફ્રિકા સફળ રહી હતી. આ સાથે ભારતે દ.આફ્રિકા સામે 2-0થી શ્રેણી ગુમાવી દીધી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 30 રને હાર્યું હતું અને બીજી ટેસ્ટમાં પણ 408 રને કારમા પરાજયનો સ્વાદ ચાખ્યો હતો. ઘરઆંગણે આ ટીમ ઈન્ડિયાની સૌથી શરમજનક હાર છે.

    પહેલી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે દ.આફ્રિકાએ બીજી ઇનિંગમાં 206/5 પર દાવ ડીક્લેર કરીને ટીમ ઈન્ડિયાને 549 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું હતું. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 140 રનમાં ધરાશાયી થઈ ગઇ હતી. જાડેજા સિવાય કોઈ બેટર દ.આફ્રિકાના બોલર્સ સામે ટકવામાં સફળ રહ્યો નહોતો.

    એકમાત્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં તે પણ 54 રને આઉટ થઇ જતાં ટીમ ઈન્ડિયાનું પતન થયુંં. બીજી ઇનિંગમાં 140 રનમાં સમેટાઇ જતાં દ.આફ્રિકાનો 408 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાનો આ શરમજનક પરાજય હતો.  ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો વોશિંગ્ટન સુંદરના રૂપમાં લાગ્યો હતો. જે 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના બાદ બેક ટુ બેક નીતિશ રેડ્ડી પણ હાર્મરનો શિકાર બની જતાં 0 રન પર આઉટ થઇ ગયો હતો. એકમાત્ર રવીન્દ્ર જાડેજાએ લડાયક બેટિંગ કરતાં 54 રન બનાવ્યા હતા.

    ટીમ ઈન્ડિયા ધીમે ધીમે પરાજય તરફ આગળ ધપી રહી હતી. સાંઈ સુદર્શન પણ 139 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. આ સાથે હવે ક્રીઝ પર વોશિંગ્ટન સુંદર અને જાડેજાએ કમાન સંભાળી હતી.

    2000ની વાત કરીએ હેન્સી ક્રોનિએના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ ભારતને 2-0થી ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યું હતું. ત્યારે પહેલી મેચ મુંબઈમાં રમાઈ હતી જે આફ્રિકન ટીમ 4 વિકેટે તો બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાઈ હતી ત્યારે એક ઈનિંગ અને 71 રને મેચ જીતી હતી. હવે ટેમ્બા બાવુમાએ હેન્સી ક્રોનિએના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને આ સાથે 25 વર્ષ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું વ્હાઈટ વૉશ કરવામાં ટીમ સફળ રહી છે. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ત્યારે મૂકાઈ હતી જ્યારે રિષભ પંત પણ 13 રન બનાવીને હાર્મરનો શિકાર થયો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 60/5 થઇ ગયો હતો.

    ભારતની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસ્વાલ માત્ર 13 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માર્કો યાનસનના બોલ પર વિકેટકીપર કાઈલ વેરેને તેમનો કેચ પકડ્યો હતો. થોડા સમય બાદ, કેએલ રાહુલ પણ 6 રનના સ્કોર પર સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. પાંચમા દિવસની રમત જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર 27/2 હતો. દિવસની શરૂઆત પણ ખરાબ રહી અને સ્કોરબોર્ડમાં માત્ર 13 રન જ ઉમેરાયા હતા ત્યાં કુલદીપ યાદવ 5 રન બનાવીને સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા. એ જ ઓવરમાં (24મી ઓવર) ધ્રુવ જુરેલ પણ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, કેપ્ટન ઋષભ પંતે થોડો આક્રમક મિજાજ બતાવ્યો અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 58 સુધી પહોંચાડ્યો. જોકે, તે પણ 13 રનના અંગત સ્કોર પર હાર્મરના બોલ પર મળેલા એક્સ્ટ્રા બાઉન્સના કારણે એડન માર્કરમને કેચ આપી બેઠા હતા.

    defeat by 408 runs ind-vs-sa Team India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા

    April 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડોઃ Donalad-Trump

    April 25, 2026
    ગુજરાત

    Gujarat માં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ, ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    ગુજરાત

    ગુજરાતમાં થોડાક જ દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે

    April 25, 2026
    રાષ્ટ્રીય

    ભારતના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં મુખ્ય ખેલાડી Salim Dola ની તુર્કીમાં ધરપકડ

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026

    26 એપ્રિલનું પંચાંગ

    April 25, 2026

    Kutch આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા ૨ના મોત

    April 25, 2026

    છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : Supreme Court

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આખાં વિશ્વને રાહ ચીંધી શકે! એવાં અમુલ્ય ગ્રંથોનો વારસો હિન્દુસ્તાન ધરાવે છે

    April 25, 2026

    Zepto IPO અને ભારતનો છૂટક યુદ્ધ: સેબીએ પ્રસ્તાવિત ₹11,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

    April 25, 2026

    26 એપ્રિલનું રાશિફળ

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.